________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૩ आयवउज्जोयविहायगई य तसथावराभिहाणं च । बायरसुहमं पज्जत्तापज्जत्तं च नायव्वं ॥ २२ ॥ [आतपोद्योतविहायोगति त्रसस्थावराभिधानं च । बादरसूक्ष्मपर्याप्तापर्याप्तं च ज्ञातव्यं ॥ २२ ॥]
आतपनाम यदुदयादातपवान्भवति पृथिवीकाये आदित्यमण्डलादिवत् । उद्योतनाम यदुदयादुद्योतवान्भवति खद्योतकादिवत् । विहायोगतिनामा यदुदयाच्चङ्क्रमणम्, इदं च द्विविधं प्रशस्ताप्रशस्तभेदात्, प्रशस्तं हंसगजादीनां अप्रशस्तमुष्ट्रादीनामिति । त्रसनाम यदुदयाच्चलनं स्पन्दनं च भवति, त्रसत्वमेवान्ये । स्थावराभिधानं चेति स्थावरनाम यद॑दयादस्पन्दनो भवति, स्थावर एवान्ये । चः समुच्चये । बादरनाम यदुदयाद्बादरो भवति स्थूर इत्यर्थः, इन्द्रियगम्य इत्यन्ये । सूक्ष्मनाम यदुदयात्सूक्ष्मो भवति अत्यन्तश्लक्ष्णः अतीन्द्रिय इत्यर्थः । पर्याप्तकनाम यदुदयादिन्द्रियादिनिष्पत्तिर्भवति । अपर्याप्तकनाम उक्तविपरीतं यदुदयात्संपूर्णपर्याप्त्यनिवृत्तिर्न त्वाहारशरीरेन्द्रियपर्याप्त्यनिवृत्तिरपि, यस्मादागामिभवायुष्कं बद्ध्वा म्रियन्ते सर्व एव देहिनः, तच्चाहारशरीरेन्द्रियपर्याप्त्या पर्याप्तानामेव बध्यत इति ॥ २२ ॥
Auथार्थ- सातप, धोत, विडायोति, स, स्था१२, पा६२, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત નામકર્મ જાણવું.
ટીકાર્થ– આતપ- જેના ઉદયથી જીવનું શરીર શીત હોવા છતાં ઉષ્ણ પ્રકાશવાળું હોય તે આતપ નામકર્મ. સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે. એમનું શરીર શીત સ્પર્શવાળુ હોય છે. પણ એમના શરીરમાંથી નીકળતો પ્રકાશ ઉષ્ણ હોય છે. (આથી જ વિમાનમાં રહેલા દેવોને જરા ય ગરમી લાગતી નથી.)
ઉદ્યોત– જેના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોતને કરે તે ઉદ્યોત નામકર્મ. આગિયા વગેરે જીવોને આ કર્મનો ઉદય હોય છે.
વિહાયોગતિ- જેના ઉદયથી જીવ ગતિ કરી શકે તે વિહાયોગતિ નામકર્મ. ગતિ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારની છે. હંસ-ગજ વગેરેને (શુભ વિહાયોગતિના ઉદયથી) પ્રશસ્ત ગતિ હોય છે. ઊંટ વગેરેને (અશુભ વિહાયોગતિના ઉદયથી) અપ્રશસ્ત ગતિ હોય છે.