________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૮ अधुना नोकषायभेदानाहइत्थीपुरिसनपुंसगवेयतिगं चेव होइ नायव्वं । हास इ अड् भयं, सोग दुगंछा य छक्कं ति ॥ १८ ॥ [स्त्रीपुरुषनपुंसकवेदत्रिकं चैव भवति ज्ञातव्यम् । हास्यं रतिररतिर्भयं शोको जुगुप्सा चैव षट्कमिति ॥ १८ ॥]
स्त्रीपुरुषनपुंसकवेदत्रिकं चैव भवति ज्ञातव्यं नोकषायवेद्यतयेति भावः । तत्र वेद्यत इति वेदः । स्त्रियः स्त्रीवेदोदयात्पुरुषाभिलाषः । पुरुषस्य पुरुषवेदोदयात्स्त्र्यभिलाषः । नपुंसकस्य तु नपुंसकवेदोदयादुभयाभिलाषः । हास्यं रतिः अरतिर्भयं शोको जुगुप्सा चैव षट्कमिति । तत्र सनिमित्तमनिमित्तं वा हास्यं प्रतीतमेव । बाह्याभ्यन्तरेषु वस्तुषु प्रीतिः रतिः । एतेष्वेवाप्रीतिरतिः । भयं त्रासः । परिदेवनादिलिङ्गं शोकः । चेतनाचेतनेषु वस्तुषु व्यलीककरणं जुगुप्सा । यदुदयादेते हास्यादयो भवन्ति ते नोकषायाख्या मोहनीयकर्मभेदा इति भावः । नोकषायता चैतेषामाद्यकषायत्रयविकल्पानुवर्तित्वेन । तथाहिन क्षीणेषु द्वादशस्वमीषां भाव इति ॥ १८ ॥ હવે નોકષાયના ભેદોને કહે છે
ગાથાર્થ– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ વેદત્રિક અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ હાસ્યષક એમ નવ નોકષાય વેદનીયના ભેદો છે.
ટીકાર્થ- જે વેદાય (=અનુભવાય) તે વેદ. સ્ત્રીવેદોદયથી સ્ત્રીને પુરુષનો અભિલાષ થાય. પુરુષવેદોદયથી પુરુષને સ્ત્રીનો અભિલાષ થાય. નપુંસકવેદોદયથી નપુંસકને સ્ત્રી-પુરુષ ઉભયનો અભિલાષ થાય.
નિમિત્તથી કે નિમિત્ત વિના થતું હાસ્ય જાણીતું જ છે. બાહ્ય-અત્યંતર વસ્તુઓમાં પ્રીતિ તે રતિ. બાહ્ય-અભ્યતર વસ્તુઓમાં અપ્રીતિ તે અરતિ. ભય એટલે ત્રાસ. શોકના પરિદેવન આદિ લિંગો છે. અર્થાત્ પરિદેવન આદિથી શોક જાણી શકાય છે. ચેતન-જડ વસ્તુઓમાં દુગંછા-ધૃણા કરવી તે જુગુપ્સા. જેના ઉદયથી આ હાસ્ય વગેરે થાય છે તે નોકષાય સંજ્ઞાવાળા મોહનીય કર્મના ભેદો છે. ૨. નોકષાયમેતતિ | ૨. બંધુ આદિના વિયોગથી વિલાપ કરવો, બીજાને દયા આવે એ પ્રમાણે દીન
બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું વગેરે પરિદેવન છે.