________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૪૮ र्यावत्कथिका सार्वकालिकी मुणितव्या ज्ञेया पुनरप्रवृत्तेस्तथाभावात्पुनरपि प्रवृत्तेः भूयोऽपि नेयमिन्द्रियविषयभोगपर्यन्तकालभाविनी एकान्तेन सर्वथा निवृत्तिरेवौत्सुक्यस्य बीजाभावेन पुनस्तत्प्रवृत्त्यभावात् असौ सिद्धानां संबन्धिनी औत्सुक्यविनिवृत्तिः नियमादेकान्तेन निवृत्तिरेव ततश्च महदेतत्सुखमिति॥ ३९९॥
સંસાર સુખ પણ અભિલાષાની નિવૃત્તિરૂપ જ છે એમ કહ્યું. અહીં એ વિષે વિશેષ કહે છે
ગાથાર્થ ટીકાર્થ– ઇંદ્રિય સંબંધી વિષયભોગના અંતકાળે થનારી ઈચ્છાનિવૃત્તિ અલ્પકાળ રહેનારી અને સિદ્ધોની ઈચ્છાનિવૃત્તિ ફરી ઈચ્છા ન થવાના કારણે સદાકાળે રહેનારી જાણવી. ઇંદ્રિય સંબંધી વિષયભોગના અંતકાળે થનારી ઈચ્છાનિવૃત્તિ ફરી પણ ઇચ્છા થતી હોવાના કારણે એકાંતે (=સર્વથા) નથી. સિદ્ધોની ઈચ્છાનિવૃત્તિ એકાંતે છે. કારણ કે ઇચ્છાનું બીજ ન હોવાથી ફરી ઈચ્છાની પ્રવૃત્તિ થતી નથી. તેથી સિદ્ધોનું સુખ મહાન છે. (૩૯૯)
उपसंहरनाहइय अणुहवजुत्तीहेउसंगयं हंदि निट्ठियट्ठाणं । अत्थि सुहं सद्धेयं, तह जिणचंदागमाओ य ॥ ४०० ॥ [इति अनुभवयुक्तिहेतुसंगतं हन्दि निष्ठितार्थानाम् । अस्ति सुखं श्रद्धेयं तथा जिनचन्द्रागमाच्च ॥ ४०० ॥] इतिएवमुक्तेन प्रकारेणानुभवयुक्तिहेतुसंगतमिति अत्रानुभवः संवेदनं युक्तिरुपपत्तिर्हेतुरन्वयव्यतिरेकलक्षणः एभिर्घटमानकं हन्दीत्युपप्रदर्शने एवं गृहाण नानिष्ठितार्थानां सिद्धानामस्ति सुखं विद्यते सातं श्रद्धेयं प्रतिपत्तव्यं तथा जिनचन्द्रागमाच्चाहद्वचनाद्वेति ॥ ४०० ॥
ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જેમના સર્વ કાર્યો સમાપ્ત થયા છે તેવા સિદ્ધોનું સુખ ઉક્ત રીતે અનુભવ, યુક્તિ અને હેતુથી ઘટી શકે તેવું છે તથા જિનેશ્વરના આગમથી તે સુખની શ્રદ્ધા કરવી જોઈએ.
ટીકાર્થ– અનુભવ-સંવેદન. યુક્તિ=ઉપપત્તિ. હેતુ=અન્વય-વ્યતિરેકરૂપ હેતુ. (૪00)