________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૨૫ इत्थं चिन्तयतो वैराग्यं भवत्यनुभवसिद्धमेवैतत् । तथा कर्मक्षयः तत्त्वचिन्तनेन प्रतिपक्षत्वात् । विशुद्धज्ञानं च निबन्धनहानेः । चरणपरिणामः प्रशस्ताध्यवसायत्वात् । स्थिरता धर्मे प्रतिपक्षासारदर्शनात् । आयुरिति कदाचित्परभवायुष्कबन्धस्ततस्तच्छुभत्वात्सर्वं कल्याणं बोधिरित्थं तत्त्वभावनाभ्यासादेवं चिन्तायां क्रियमाणायां गुणा भवन्त्येवं चिन्तया वेति ॥ ३६३ ॥
આ પ્રમાણે ચિંતન કરવાથી થતા ફળને કહે છેગાથાર્થ– આ પ્રમાણે ચિંતન કરવામાં વૈરાગ્ય, કર્મક્ષય, વિશુદ્ધજ્ઞાન, ચારિત્રપરિણામ, સ્થિરતા, આયુષ્ય અને બોધિ આ ગુણો થાય છે.
ટીકાર્થ– વૈરાગ્ય- આ પ્રમાણે વિચારનારને વૈરાગ્ય થાય. આ અનુભવસિદ્ધ જ છે.
કર્મક્ષય- તત્ત્વચિંતનથી કર્મક્ષય થાય. કારણ કે તત્ત્વચિંતન કર્મબંધનું વિરોધી છે.
વિશુદ્ધજ્ઞાન- તત્ત્વચિંતનથી વિશુદ્ધજ્ઞાન થાય છે. કારણ કે અશુદ્ધજ્ઞાનના કારણની હાનિ=ક્ષય થાય છે.
ચારિત્ર પરિણામeતત્ત્વચિંતનથી ચારિત્રનો પરિણામ પ્રગટે.કારણ કે તત્ત્વચિંતન પ્રશસ્ત અધ્યવસાયરૂપ છે.
સ્થિરતા- તત્ત્વચિંતનથી ધર્મમાં સ્થિરતા થાય. કારણ કે તત્ત્વચિંતનથી અધર્મની=પાપની અસારતા દેખાય છે.
આયુષ્ય- તત્ત્વચિંતન કરતાં જો પરભવનું આયુષ્ય બંધાય તો શુભ આયુષ્ય બંધાય, અને એથી સઘળું સારું થાય.
બોધિ- આ પ્રમાણે તત્ત્વભાવનાના અભ્યાસથી બોધિની (=સમ્યગ્દર્શનની) પ્રાપ્તિ થાય. (૩૬૩)
गोसम्मि पुव्वभणिओ, नवकारेणं विबोहमाईओ । इत्थ विही गमणम्मिय, समासओ संपवक्खामि ॥ ३६४ ॥ [गोसे (प्रत्युषसि) पूर्वभणितो नमस्कारेण विबोधादिः ।
ત્ર વિધિ: (તિ) મને ૨ સમાનતઃ સંપ્રવક્ષ્યામિ | રૂ૬૪ //] ગાથાર્થ– અહીં (આ ગ્રંથમાં પૂર્વે) પ્રાતઃકાળે જાગેલો શ્રાવક નમસ્કાર મહામંત્ર ગણે વગેરે (જાગે ત્યારથી આરંભી સુવે ત્યાં સુધીનો) વિધિ કહ્યો. (એક સ્થળેથી બીજા સ્થળે) જવાના વિધિને સંક્ષેપથી કહીશ. (૩૬૪)