________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧ तुरवधारणे शुभात्मपरिणामरूपमेव । अनेन तद्व्यतिरिक्तलिङ्गादिधर्मव्यवच्छेदमाह । व्यतिरिक्तधर्मत्वे तत उपकारायोगादिति ॥ ७ ॥ ગ્રંથકાર વિસ્તારથી જ કહે છે
ગાથાર્થ– બાર પ્રકારના શ્રાવકધર્મની મૂળ વસ્તુ સમ્યકત્વ છે. સમ્યકત્વ ગ્રંથિનો ભેદ થયે છતે પ્રગટ થાય છે. સમ્યકત્વ ક્ષાયોપથમિક આદિ ત્રણ પ્રકારનું છે, અને આત્માના શુભ પરિણામરૂપ છે.
ટીકાર્થ– મૂલવસ્તુ– મૂળભૂત વસ્તુ તે મૂળવતુ. સમ્યક્ત્વ હોય તો અણુવ્રતો વગેરે ગુણો હોય, અન્યથા નહિ. કારણ કે સમ્યકત્વ હોય તો જ અણુવ્રત વગેરેના ભાવ=પરિણામ થાય છે. સમ્યકત્વ વિના અણુવ્રત આદિના પરિણામ થઈ શકતા જ નથી. આ ભાવાર્થ ટીકામાં वसन्त्यस्मिन्नणुव्रतादयो गुणा तद्भावभावित्वेनेति वस्तु अम वस्तु શબ્દની વ્યુત્પત્તિ દ્વારા કહ્યો છે.
સમ્યકત્વ શ્રાવકધર્મની મૂળ વસ્તુ છે એ વિષે કહ્યું છે કે- “સમ્યત્વ બાર પ્રકારના શ્રાવક ધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ છે.”
મૂળ- વૃક્ષના મૂળની જેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. સમ્યક્ત્વના બળથી જ ધર્મવૃક્ષ ટકે છે.
દ્વાર– નગરના દ્વારની જેમ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વ દ્વાર છે. સમ્યકત્વ વિના ધર્મમાં પ્રવેશ ન થાય. કેમ કે સમ્યકત્વ વિના વિરતિનો પરિણામ થતો નથી.
પ્રતિષ્ઠાન– મહેલના પાયાની જેમ ધર્મરૂપ મહેલનો પાયો સમ્યકત્વ છે. સમ્યકત્વના આધારે જ વિરતિધર્મ સ્થિર રહે છે. સમ્યકત્વ જાય તો વિરતિનો પરિણામ પણ જાય.
આધાર– જેમ વિશ્વનો આધાર પૃથ્વી છે તેમ ધર્મરૂપ જગતનો આધાર સમ્યક્ત્વ છે. જેમ પૃથ્વી વિના જગત ન રહી શકે તેમ સમ્યક્ત્વ વિના વિરતિધર્મ ન રહી શકે.
ભાજન દૂધ-ઘી વગેરે વસ્તુના ભાજનની જેમ ધર્મરૂપ વસ્તુનું ભજન સમ્યકત્વ છે. જેમ ભાજન વિના વસ્તુ ન રહી શકે તેમ સમ્યકત્વ વિના વિરતિ ધર્મ ન રહી શકે.