________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ : ૧૮૯ ભગવાન અનુભવથી વિરુદ્ધ વસ્તુ ન કહે. ભગવાનનું કથન નયનો વિષય છે. અર્થાત્ ઉપર ઉપરથી જોનારને વિરુદ્ધ પણ દેખાતું ભગવાનનું વચન તે તે નયની અપેક્ષાએ અવિરુદ્ધ હોય છે.
ઉક્ત નીતિથી જીવ-શરીરનો પરસ્પર સંબંધ સિદ્ધ થયે છતે દેહના વધમાં જીવનો વધ થયેલો જાણવો. (૧૯૦)
अधुना वधलक्षणमेवाहतप्पज्जायविणासो, दुक्खुप्पाओ अ संकिलेसो य । एस वहो जिणभणिओ, वज्जेयव्यो पयत्तेणं ॥ १९१ ॥ [तत्पर्यायविनाशः दुःखोत्पादश्च संक्लेशश्च । । एष वधो जिनभणित: वर्जयितव्यः प्रयत्नेन ॥ १९१ ॥] तत्पर्यायविनाशः मनुष्यादिजीवपर्यायविनाशः, दुःखोत्पादश्च व्यापाद्यमानस्य, चित्तसंक्लेशश्च क्लिष्टचित्तोत्पादश्चात्मनः एष वधो व्यस्तः समस्तो वा ओघतो जिनभणितः तीर्थकरोक्तो वर्जयितव्यः प्रयत्नेनोપોસાળનુષ્ઠાનેતિ | ૨૧૨ //
હવે વધનું લક્ષણ કહે છે
ગાથાર્થ તત્પર્યાયનાશ, દુઃખોત્પત્તિ અને સંક્લેશ આ વધ છે. જિનોક્ત આ વધનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઇએ.
ટીકાર્થ– તત્પર્યાયનાશ- મનુષ્યાદિ જે જીવપર્યાયો, એ પર્યાયનો નાશ કરવો.
દુઃખોત્પત્તિ- (પર્યાયનો નાશ ન થાય તેમ) પ્રાણવધ ન કરાતા જીવને (શારીરિક-માનસિક) દુઃખ ઉત્પન્ન કરવું.
સંક્લેશ– હું જીવને મારું એમ પોતાના ચિત્તમાં સંક્લેશ ઉત્પન્ન કરવો.
આ ત્રણમાંથી કોઈ એક વગેરે પ્રકારથી કે સર્વ પ્રકારથી વધ કરવો તે વધ=હિંસા છે.
પ્રયત્નથી=ઉપયોગપૂર્વકના આચરણથી. (૧૯૧) ૧. અહીં વ્યાપાદામાનનીવચના સ્થાને વ્યાપામાન ગવચ એમ હોવું જોઇએ. ૨. જુઓ હારિભદ્રીય અષ્ટક ૧૬/૨.