________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૬૪
यन्नारकः कर्म क्षपयति बह्वीभिर्वर्षकोटीभिस्तथा दुःखितः सन् क्रियामात्रक्षपणात् तज्ज्ञानी तिसृभिर्गुप्तिभिर्गुप्तः क्षपयत्युच्छ्वासमात्रेण संवेगादिशुभपरिणामस्य तत्क्षयहेतोस्तीव्रत्वात् ॥ १५९ ॥
જે પ્રમાણે ઉત્કૃષ્ટ કર્મક્ષય થતો નથી તે પ્રમાણે કહે છે— ગાથાર્થ– નારક ઘણા ક્રોડો વર્ષોથી જેટલાં કર્મો ખપાવે છે, તેટલાં કર્મો ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રથી ખપાવે છે.
ટીકાર્થ– તે રીતે દુઃખી થયેલો ના૨ક માત્ર ક્રિયાથી (−દુઃખ સહવાની ક્રિયાથી) કર્મો ખપાવે છે. જ્ઞાની શુભ પરિણામથી કર્મો ખપાવે છે. જ્ઞાનીનો કર્મક્ષયનો હેતુ સંવેગાદિ શુભ પરિણામ તીવ્ર હોય છે. (૧૫૯) निगमयन्नाह
एएण कारणेणं, नेरइयाणं पि पावकम्माणं ।
तह दुक्खियाण वि इहं, न तहा बंधो जहा विगमो ॥ १६० ॥ [ एतेन कारणेन नारकाणामपि पापकर्मणाम् ।
तथा दुःखितानामपीह न तथा बन्धो यथा विगमः ॥ १६० ॥] एतेनानन्तरोदितेन कारणेन नारकाणामपि पापकर्मणां तथा तेन प्रकारेण दुःखितानामपीह विचारे न तथा बन्धो यथा विगमः प्रायो रौद्रध्यानाभावादिति ॥ १६० ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ— ટીકાર્થ— અહીં હમણાં કહેલા કારણથી પાપકર્મના ઉદયવાળા અને તે રીતે દુ:ખયુક્ત નારકોને પણ તેટલો કર્મબંધ થતો નથી કે જેટલો કર્મક્ષય થાય છે. કારણ કે પ્રાયઃ રૌદ્રધ્યાનનો અભાવ होय छे. (१६०)
अह उ तहाभावपि हु, कुणइ वहंतो न अन्नहा जेण । ता कायव्वो खु तओ, नो तप्पडिवक्खबंधाओ ॥ १६१ ॥ [अथ तु तथाभावमपि करोति घ्नन्नेव नान्यथा येन । तत्कर्तव्य एव तको नो तत्प्रतिपक्षबन्धात् ॥ १६१ ॥ ]
अथैवं मन्यसे तथाभावमपि सम्मोहभावमपि प्रतनुबन्धेन कर्मक्षयहेतुं करोति घ्नन्नेव व्यापादयन्नेव नान्यथा येन कारणेन तत् तस्मात्कर्तव्य एव