________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૫ [संप्राप्तदर्शनादिः प्रतिदिवसं यतिजनाच्छृणोत्येव । सामाचारी परमां यः खलु तं श्रावकं ब्रुवते ॥ २ ॥]
संप्राप्तं दर्शनादि येनासौ संप्राप्तदर्शनादिः । दर्शनग्रहणात्सम्यग्दृष्टिरादिशब्दादणुव्रतादिपरिग्रहः । अनेन मिथ्यादृष्टेय॒दासः । स इत्थंभूतः प्रतिदिवसं प्रत्यहं यतिजनात्साधुलोकात् श्रृणोत्येव किं सामाचारी परमां । तत्र समाचरणं समाचारः शिष्टाचरितः क्रियाकलापः, तस्य भावो "गुणवचनब्राह्मणादिभ्यः कर्मणि ष्य" सामाचार्य पुनः स्त्रीविवक्षायां "षिगौरादिभ्यश्च" इति डीप, यस्येत्यकारलोपः यस्य हल इत्यनेन तद्धितयकारलोपः परगमनं सामाचारी, तां सामाचारी परमां प्रधानां साधुश्रावकसंबद्धामित्यर्थः । यः खलु य एव श्रृणोति तं श्रावकं ब्रुवते तं श्रावकं प्रतिपादयन्ति भगवन्तस्तीर्थकरगणधराः ।।
ततश्चायं पिण्डार्थः- अभ्युपेतसम्यक्त्वः प्रतिपन्नाणुव्रतोऽपि प्रतिदिवसं यतिभ्यः सकाशात्साधूनामगारिणां च सामाचारी श्रृणोतीति श्रावकः इति ॥ २ ॥
અહીં શ્રાવકધર્મને કહેવાનું શરૂ કર્યું છે. શ્રાવકધર્મને આચરનાર શ્રાવક હોય છે. આથી ગ્રંથકાર શ્રાવક શબ્દના અર્થનું જ પ્રતિપાદન કરે છે.
ગાથાર્થ– સમ્યગ્દર્શનનાદિને પામેલો જે પ્રતિદિન સાધુઓની પાસે પરમ સામાચારીને અવશ્ય સાંભળે છે તેને શ્રાવક કહે છે.
ટીકાર્થ– સમ્યગ્દર્શન આદિને પામેલો– અહીં સમ્યગ્દર્શનને પામેલો એમ કહેવાથી સમ્યગ્દષ્ટિ જીવનું ગ્રહણ કર્યું છે. આથી જે સમ્યગ્દષ્ટિ છે તે શ્રાવક છે, મિથ્યાદષ્ટિ શ્રાવક નથી. આદિ શબ્દથી અણુવ્રતો વગેરેનું ગ્રહણ કરવું.
પરમ સામાચારીને- સાધુ-શ્રાવકની પ્રધાન સામાચારીને. શિષ્ટોએ આચરેલો ક્રિયાસમૂહ સામાચારી છે. કહે છે તીર્થકરો અને ગણધરો કહે છે.
ભાવાર્થ– જે જીવ સમ્યકત્વને પામ્યો છે અને અણુવ્રતો વગેરેનો પણ સ્વીકાર કર્યો છે તે જીવ દરરોજ સાધુઓ પાસેથી સાધુ-શ્રાવકની સામાચારીને અવશ્ય સાંભળે છે માટે તે શ્રાવક છે. જે સાંભળે તે શ્રાવક એવો શ્રાવક શબ્દનો શબ્દાર્થ છે. આવો શબ્દાર્થ સમ્યક્ત્વને પામીને ૧. સમાચાર શબ્દથી સામાચારી શબ્દ બન્યો છે. તે આ પ્રમાણે– સમાચારનો ભાવ
તે સામાચાર્ય. અહીં સમાચાર શબ્દ પછી ભાવ અર્થમાં સિ.હે.શ./૭/૧/૬૦ સૂત્રાથી ર્ય પ્રત્યય લાગતાં સામાચાર્ય શબ્દ બન્યો. પછી સ્ત્રીલિંગમાં સિ.હે.શ./૨/૪/૨૦ સૂત્રથી પ્રત્યય લાગતાં સામાચારી શબ્દ બન્યો.