________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૬ पञ्च त्वणुव्रतानि, तुरेवकारार्थः, पञ्चैव, अणुत्वमेषां सर्वविरतिलक्षणमहाव्रतापेक्षया, तथा चाह- स्थूलप्राणवधविरमणादीनि स्थूरकप्राणिप्राणवधविरमणमादिशब्दात्स्थूरमृषावादादिपरिग्रहः, तत्र तेष्वणुव्रतेषु प्रथममाद्यमिदं खल्विति इदमेव वक्ष्यमाणलक्षणं, शेषाणामस्यैव वस्तुत उत्तरगुणत्वात्, प्रज्ञप्तं वीतरागैः प्ररूपितमर्हद्भिरिति ॥ १०६ ॥
બાર પ્રકારના શ્રાવક ધર્મની ભૂમિકા કરતા ગ્રંથકારે પાંચ અણુવ્રતો વગેરે કહ્યું હતું. આથી હવે તે વ્રતોને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ સ્થૂલ પ્રાણવધ વિરમણ આદિ પાંચ જ અણુવ્રતો છે. તેમાં પહેલુ અણુવ્રત અરિહંતોએ આ (=નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે.
ટીકાર્થ– સર્વવિરતિરૂપ મહાવ્રતોની અપેક્ષાએ આ પાંચ અણુ-નાનાં વ્રતો છે. તેમાં પહેલું અણુવ્રત મુખ્ય છે. કારણ કે બાકીનાં ચાર અણુવ્રતો પરમાર્થથી પહેલા વ્રતના જ ઉત્તર ગુણરૂપ છે. (૧૦)
थूलगपाणिवहस्साविई दुविहो अ सो वहो होइ । संकप्पारंभेहि य, वज्जइ संकप्पओ विहिणा ॥ १०७ ॥ [स्थूरकप्राणवधस्य विरतिः द्विविधश्चासौ वधो भवति । संकल्पारम्भाभ्यां वर्जयति संकल्पतः विधिना ॥ १०७ ॥]
स्थूरकप्राणवधस्य विरतिः, स्थूरा एव स्थूरका द्वीन्द्रियादयस्तेषां प्राणाः शरीरेन्द्रियोच्छासायुर्बललक्षणास्तेषां वधः जिघांसनं तस्य विरतिनिवृत्तिरित्यर्थः, द्विविधश्चासौ वधो भवति, कथं? संकल्पारम्भाभ्यां, तत्र व्यापादनाभिसंधिः संकल्पः, कृष्यादिकस्त्वारम्भः, तत्र वर्जयति संकल्पतः, परिहरति असौ श्रावकः प्राणवधं संकल्पेन, न त्वारम्भतोऽपि, तत्र नियमात् प्रवृत्तेः, विधिना प्रवचनोक्तेन वर्जयति न तु यथाकथञ्चिदिति, स चायं विधिः ॥ १०७ ॥
ગાથાર્થ સ્થૂલ પ્રાણવધની વિરતિ એ પહેલું અણુવ્રત છે. વધ સંકલ્પથી અને આરંભથી એમ બે પ્રકારે છે. શ્રાવક વિધિથી સંકલ્પથી વધનો ત્યાગ કરે.
ટીકાર્થ– સ્થૂલ પ્રાણવધની વિરતિ બેઇંદ્રિય વગેરે સ્થૂલ છે. શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બલ એ પ્રાણ છે. પૂલ પ્રાણીઓના પ્રાણોના વધની નિવૃત્તિ તે સ્થૂલપ્રાણવધની નિવૃત્તિ. મારવાનો ઇરાદો