________________
વધારી રહ્યા છે. સદૈવ પ્રશમરસમાં મહાલતા રહીને વ્યાધિને પણ જર્જરીત કરી નાંખવા વડે ચતુર્વિધ શ્રી સંઘ ઉપર સાહિત્યસેવા વડે અતિ અતિ અતિ ઉપકાર કરી રહ્યા છે.
કલિકાળમાં શ્રમણોમાં પણ શૈથિલ્ય વિકસતું જાય છે, સ્વાધ્યાયનું સંગીત શ્રવણ સ્વપ્નવતું બનતું જાય છે... વગેરે અપુષ્ટ આલંબનો દૃષ્ટિગોચર થવા છતાં આશ્રિત શિષ્યાદિ પરિવાર ઉપર સતત સ્વાધ્યાય, સંયમ, સમર્પણભાવમાં લીન રાખે તેવી પ્રબળ પ્રેરણાઓ, વાચનાઓ દ્વારા પુષ્ટ આલંબન આપીને વર્તમાન દુષિત વાયરાથી સદાય રક્ષણ કરી રહ્યા છે.
કલિકાળમાં સાક્ષાત્ “સાધુતા'ના દર્શન કરવા હોય તો એક વખત આ મહાપુરુષના દર્શન કરીને નિજચક્ષુને નિર્મળ બનાવવા જેવી છે. ઉદ્યાનના પુષ્પો ક્યારેય ભ્રમરોને બોલાવવા જતા નથી, ભ્રમરો સ્વયં સોડમથી આકર્ષાઇને પુષ્પોને સેવે છે. રસને પીવે છે. પરિતૃપ્ત થઇને નિજાનંદને મેળવે છે.
પ્રસ્તુત પ્રકાશન અભ્યાસુઓના કરકમલોમાં મૂકવાનું શ્રેય સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સિદ્ધાંતસંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંરક્ષિત જિનસિદ્ધાંત અને સામાચારી મુજબ સંકળાયેલા શ્રી જિનાજ્ઞા આરાધક શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ શ્રી રામનગર જૈન સંઘ (વિઠ્ઠલનગર), મુલુન્ડ (વેસ્ટ), મુંબઈના ફાળે જાય છે. પોતાના જ્ઞાનનિધિનો આ રીતે સુંદર સદુપયોગ કરવા દ્વારા જિનાગમને જીવતું રાખવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે.
પૂજયશ્રી આદિ દ્વારા લેખિત, સંપાદિત, અનુવાદિત ગ્રંથરત્નોનું પ્રકાશન કરીને ચતુર્વિધ શ્રી સંઘની જ્ઞાનપિપાસા તૃપ્તિ માટે સંસ્થાપિત શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેમના સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.