SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તનો સંક્લેશ કોને કહેવાય અને ચિત્તની વિશુદ્ધિ કોને કહેવાય એમાં આ જીવ મૂઢ અજ્ઞાન હોય. (૫) આહાર-ભય-પરિગ્રહ-મૈથુન-સંજ્ઞારૂપ કલહથી પીડિતઆહારાદિની સંજ્ઞા કલહનું કારણ હોવાથી અહીં ઉપચારથી સંજ્ઞાઓને કલહ રૂપ કહેલ છે. આહારસંજ્ઞા=આહારની તીવ્રલાલસા, ભયસંજ્ઞા=અત્યંત ડરવું, મૈથુનસંજ્ઞા=મૈથુનની તીવ્ર અભિલાષા, પરિગ્રહસંજ્ઞા=ભૌતિક વસ્તુઓ ઉપર મૂછ. (૬) સ્પષ્ટ-બદ્ધ-નિધત્ત-નિકાચિત એ ચાર બંધના કારણે કર્મબંધ રૂપ ભારથી પીડિત– અહીં મૂળગાથામાં નિધત્ત બંધનો ઉલ્લેખ નથી. આથી ટીકાકારે તેનું ઉપલક્ષણથી ગ્રહણ કર્યું છે અને વન્ય પદનો સ્પષ્ટ બંધ એવો અર્થ કર્યો છે. સ્પષ્ટ વગેરે બંધનો અર્થ આ પ્રમાણે છે- દોરામાં બાંધેલી સોયો સમાન આત્મપ્રદેશોની સાથે કર્મોનો સામાન્ય બંધ તે સ્પષ્ટબંધ. આવી સોયોને જેમ છૂટી કરવામાં જરાય તકલીફ ન પડે તેમ ધૃષ્ટબંધવાળાં કર્મો વિશેષફળ આપ્યા વિના (=પ્રદેશોદયથી ભોગવાઇને) આત્માથી છૂટા પડી જાય. જે જીવ પાપ કરવાની ઇચ્છા ન હોવા છતાં ચાલે તેમ ન હોવાથી દુભાતા દિલે પાપ કરે તેને આવો બંધ થાય. આવા કર્મો હૃદયના પશ્ચાત્તાપથી નાશ પામી જાય. જેમ અનેક સોયોને દોરીથી પરસ્પર મજબૂત બાંધી દેવામાં આવે એવી રીતે આત્મપ્રદેશોની સાથે કર્મોનો મજબૂત બંધ તે બદ્ધબંધ. આવી સોયોને છૂટી કરવા માટે થોડો પ્રયત્ન કરવો પડે. તેમ આવા કર્મો થોડું ફળ આપીને છૂટા થાય. ઇચ્છાથી કરેલાં પાપોથી આવો બંધ થાય. જેવી રીતે તપાવેલી સોયો એક-બીજાને ચોંટી જાય તેમ, પૂર્વ કરતાં અધિક મજબૂત રીતે આત્માની સાથે કર્મોનો બંધ થાય તે નિધત્ત બંધ. જેમ આવી સોયોને છૂટી કરવા માટે ઘણી મહેનત કરવી પડે તેમ આવાં કર્મો ઘણું ફળ આપીને આત્માથી છૂટા થાય. ઇચ્છાથી અને રાજી થઇને કરેલાં પાપોથી આવો બંધ થાય. સોયોને ગરમ કરીને ઘણ વગેરેથી ફૂટી નાખવામાં આવે જેથી સોયોનું અસ્તિત્વ જ ન રહે, તેમ કર્મોનો અતિશય મજબૂત બંધ તે નિકાચિત બંધ. જેમ આવી સોયોને ઉપયોગમાં ન લઈ પ્રશમરતિ - ૨૧
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy