SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– તીર્થકરોએ અને તેમના પછી તરત થયેલા ગણધરોએ જે ભાવો કહ્યા તે ભાવોનું અનેકવાર પણ અનુકીર્તન પુષ્ટિને કરનારું જ થાય છે. ટીકાર્થ– ભાવો=જીવાદિ પદાર્થો. (અનુ=પછી (=એકના કહ્યા પછી ફરી) કીર્તન=કથન તે અનુકીર્તન. જીવાદિ પદાર્થોને પહેલાં તીર્થકરોએ અર્થથી કહ્યા છે. પછી ગણધરોએ સૂત્રબદ્ધ કરીને તેમના શિષ્યોને સૂત્રથી અને અર્થથી કહ્યા છે. ગણધરોના શિષ્યોએ તેમના શિષ્યોને કહ્યા છે. આમ જીવાદિ પદાર્થોનું અનુકીર્તન થતું રહે છે. પુષ્ટિ-જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ.) (૧૨) अमुमेवार्थं आर्यात्रयेण भावयन्नाहयद्वद्विषघातार्थं, मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद्रागविषनं, पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ १३ ॥ यद्वत्-यथा विषघातार्थं-गरोत्तारणाय मन्त्रपदे-ॐकारादिके वचने, समुच्चार्यमाणे इति शेषः । न पुनरुक्तदोषोऽस्ति-नैव भूयोभणनदूषणं विद्यते, तद्वत्-तथा रागविषघ्नं-रागविनाशकम् पुनरुक्तं-भूयोभणितम् अदुष्टम्-अदूषणवत्, अर्थपदं-सूचकत्वात् सूत्रस्यार्थवाचकं पदमिति आर्यार्थः ।। १३ ।। આ જ અર્થને ત્રણ આર્યાઓથી વિચારતા ગ્રંથકાર કહે છેગાથાર્થ– જેમ વિષનો નાશ કરવા માટે વારંવાર ઉચ્ચારાતા મંત્રના પદમાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગરૂપ વિષનો નાશ કરનાર અર્થપદનું વારંવાર કરેલું કથન દોષવાળું નથી. ટીકાર્થ– મંત્રપદમાં 3ૐકાર વગેરે વચનમાં. વિષનો નાશ કરવા માટેeઝેરને ઉતારવા માટે. 'અર્થપદ– અર્થવાચક પદ તે અર્થપદ, અર્થને કહેનારા પદનું વારંવાર કરેલું કથન દોષવાળું નથી. (૧૩) ૧. ટીકામાં રહેલા સૂ ત્વાન્ સૂત્રી એ પદોનો અર્થ આ પ્રમાણે છે- સૂત્ર સામાન્ય સૂચન કરે, વિશેષ અર્થ ન કહે. ટીકા વિશેષ અર્થ કહે, આથી અર્થપદ્ શબ્દનો અર્થવાચક (=અર્થને કહેનાર) પદ તે અર્થપદ. એમ ટીકાકારે વિશેષ અર્થ જણાવ્યો છે. પ્રશમરતિ - ૧૪
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy