________________
સર્વથા ત્યાગ કરીને, ત્રણ શરીરથી મુક્ત બનેલા અને (શરીરના કારણે થનારા) જન્મ-જરા-મરણ રોગથી મુક્ત બનેલા, કેવળી ભગવંત અસ્પર્શ અને ઋજુશ્રેણિ ગતિને પામીને એક સમયમાં વળાંક વિના અપ્રતિહત અને ઊર્ધ્વગતિથી નિર્મલ સિદ્ધિક્ષેત્રમાં લોકાગ્ર ભાગમાં જઇને સાકાર ઉપયોગથી સિદ્ધ થાય છે.
ટીકાર્થ– સંસારનાં મૂળ કારણ— આ ત્રણ શરીરોની વિદ્યમાનતામાં સર્વ ગતિઓનો બંધ થઇ શકે છે. માટે આ ત્રણ શરીરો સંસારનું મૂળ કારણ છે.
ત્રણ શરીરથી મુક્ત– (વેહ્નત્રયમુત્ત્ત:) ઔદારિક-તૈજસ-કાર્મણ એ ત્રણ શરીરથી અને એ ત્રણ શરીરના મુખ્ય કારણ ૮૫ કર્મોથી મુક્ત બનેલા.
અસ્પર્શગતિ– સિદ્ધ જીવ એક જ સમયમાં સિદ્ધિક્ષેત્રે પહોંચી જતો હોવાથી બીજા સમયનો સ્પર્શ થતો નથી. તથા જે આકાશ પ્રદેશોમાં આરૂઢ થયેલો જાય છે તે સિવાયના આકાશપ્રદેશોને સ્પર્શતો નથી. આથી અસ્પર્શગતિથી (=અસ્પૃશગતિથી) જાય છે.
ઋજુશ્રેણિગતિ જે સ્થાને જીવ કર્મોથી સર્વથા મુક્ત બને છે ત્યાંથી આકાશપ્રદેશોની સીધી શ્રેણિથી (=આડું-અવળું ગયા વિના બરોબર સીધી લાઇનમાં) લોકાગ્ર ભાગે જાય છે.
અપ્રતિહતગતિથી=કોઇપણ પ્રકારના અટકાવ વિનાની ગતિથી.
ઊર્ધ્વગતિથી=ઉપ૨ ગતિ કરીને. આનાથી સિદ્ધ થયેલ જીવ તીર્જી કે નીચે ગતિ ન કરે એમ જણાવ્યું.
નિર્મલ=સર્વ જન્મ-જરા-મરણ-રોગથી રહિત.
સાકાર ઉપયોગથી=કેવલજ્ઞાન ઉપયોગથી. (બધી લબ્ધિઓ સાકારોપયોગથી જ પ્રાપ્ત થાય એવો નિયમ હોવાથી સિદ્ધિગમન પણ સાકારોપયોગથી જ થાય છે.) હવે પછી સિદ્ધોને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હોય. (૨૮૬-૨૮૭-૨૮૮)
सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २८९ ॥
પ્રશમરતિ • ૨૩૪