SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ બારમા ગુણસ્થાનકે આત્મા મોહનીય કર્મનો સર્વથા નાશ કરીને આવ્યો હોવાથી વીતરાગ હોય છે, છતાં તે છબસ્થ હોય છે. કારણ કે દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અંતરાય-આ કર્મોનો નાશ કરવાનો બાકી હોય છે. એટલે, બારમા ગુણસ્થાનકે આવીને કંઈક (થોડી ક્ષણ) વિશ્રામ કરીને, જયારે બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા-આ બે દર્શનાવરણની પ્રકૃતિનો નાશ કરે છે અને છેલ્લા સમયે એક જ પ્રકારમાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ અને અંતરાય-પનો ખતમો બોલાવી દે છે. (૨૫૯-૨૬૮-૨૬૧). (૨૫૯-૨૬૦-૨૬૧ એ ત્રણ ગાથાનું વિવેચન આચાર્યશ્રીભદ્રગુપ્તસૂરિમહારાજકૃત પ્રશમરતિ ગ્રંથના વિવેચનમાંથી સાભાર ઉદ્ધત કરવામાં આવેલ છે.) सर्वोद्घातितमोहो, निहतक्लेशो यथा हि सर्वज्ञः । भात्यनुपलक्ष्यरातूंशोन्मुक्तः पूर्णचन्द्र इव ॥ २६२ ॥ ततः सर्वः-अशेषः उद्घातितो-ध्वस्तो मोहो येन स तथा । निहतक्लेशःअपगतदुःखः । यथा हि सर्वज्ञः-सर्वज्ञवद् । भाति-शोभते । न उपलक्ष्यते अनुपलक्ष्यो राहूंशो-मुखादिविभागस्तेनोन्मुक्तो-दुष्टग्रहांशविकलः पूर्णचन्द्र इव, एवं क्षीणमोहो भातीति दृष्टान्तद्वयमिति ॥ २६२ ॥ ગાથાર્થ– સંપૂર્ણ મોહનો નાશ કરી ચૂકેલા અને દુઃખથી રહિત બનેલા એ ક્ષીણમોહ મહાત્મા સર્વજ્ઞની જેમ અને દુષ્ટગ્રહના અંશથી પણ મુક્ત એવા પૂર્ણચંદ્રની જેમ દીપે છે. (૨૬૨). अथ तस्य ध्यानानलः किं करोतीत्यार्याद्वयेनाहसर्वेन्धनैकराशीकृतसंदीप्तो ह्यनन्तगुणतेजाः । ध्यानानलस्तपःप्रशमसंवरहविर्विवृद्धबलः ॥ २६३ ॥ स ध्यानानलः समर्थो वर्तत इति शेषः । किं कर्तुं ? क्षपयितुं । किं ૧. રાહુ એક ગ્રહ છે. આથી રાહુ શબ્દનો ગ્રહ અર્થ કરીને અને અનુપલક્ષ્ય શબ્દનો દુષ્ટ અર્થ કરીને ટીકાકારે અનુપત્નસ્યએ પદનો દુષ્ટાંશવિલનઃ એવો અર્થ કર્યો છે. પ્રશમરતિ • ૨૧૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy