________________
છે તેટલા ક્ષેત્રમાં રહેલા આકાશને લોકાકાશ અને બાકીના આકાશને અલોકાકાશ કહેવામાં આવે છે.
કાલ દ્રવ્ય અતીત આદિ અનંત સમયોની અપેક્ષાએ અનંત છે. અસ્તિ=પ્રદેશ. કાય=સમૂહ. જેમાં પ્રદેશોનો સમૂહ હોય તે અસ્તિકાય. પ્રદેશ એટલે વસ્તુનો (વસ્તુ સાથે પ્રતિબદ્ધ) અંતિમ સૂક્ષ્મ અંશ. આવા પ્રદેશો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ એ ત્રણેમાં અસંખ્ય છે. લોકાકાશમાં અસંખ્ય છે. અલોકાકાશમાં અનંત છે. પુદ્ગલ દ્રવ્યમાં યથાસંભવ સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. આથી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. (૨૧૪)
धर्मादिद्रव्योपकारमाह
धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता । स्थित्युपकर्ताऽधर्मोऽवकाशदानोपकृद् गगनम् ॥ २९५ ॥ धर्मो-धर्मास्तिकायो, गतिस्थितिमतां द्रव्याणां यथासंभवं सम्बन्धः कार्यः, तत्र गतिपरिणतानां द्रव्याणां - जीवपुद्गलानां गत्युपग्रहस्य विधाता-कर्ता धर्मास्तिकायः । स्थितिपरिणतानां तु स्थित्युपकर्ताऽधर्मास्तिकायः । तथा अवकाशदानोपकृद्-अवगाहतां च द्रव्याणामवकाशदानमुपकरोति, किं तत् ? નં-ઞાશાસ્તિય કૃતિ ॥ ૨ ॥
ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના ઉપકારને કહે છે–
ગાથાર્થ— ધર્માસ્તિકાય ગતિમાં પ્રવૃત્ત જીવ અને પુદ્ગલને ગતિમાં, અધર્માસ્તિકાય સ્થિર ૨હેતા જીવ અને પુદ્ગલને સ્થિરતામાં ઉપગ્રહ=મદદ કરે છે. આકાશ સર્વદ્રવ્યોને અવકાશજગ્યા આપવાનો ઉપકાર કરે છે.
"
વિવેચન— જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં અને સ્થિર રહેવામાં પાણીની સહાયતા જોઇએ છે, ચક્ષુમાં જોવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં ગતિ કરવામાં અને સ્થિતિ કરવામાં તેમને અનુક્રમે ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની સહાય લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઇ શકે અને અધર્માસ્તિકાય વિના સ્થિતિ ન થઇ શકે. (૨૧૫)
પ્રશમરતિ • ૧૮૩