SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાશ અને જીવરૂપે સ્થિરતા છે. ઉત્પત્તિ થયા વિના વિનાશ ન થાય, અને વિનાશ થયા વિના ઉત્પત્તિ ન થાય. ઘટાદિની ઉત્પત્તિ વિના કુશૂલ આદિનો વિનાશ ન થાય અને કુશૂલ આદિના વિનાશ વિના ઘટાદિની ઉત્પત્તિ ન થાય. તથા તે બંને (ઘટ અને કુશૂલ) માટી વિના ન હોય. કારણ કે માટી વિના તે બંને નિર્મૂલ છે. તથા જેમ કમળ ગંધ વગેરે વિશેષથી (=પર્યાયથી) રહિત ન હોય તેમ માટી પણ ઘટ અને કુશૂલ વિના ન હોય. કારણ કે તે બંને માટીનો પર્યાય છે. (દ્રવ્ય પર્યાય વિના ન હોય) આ પ્રમાણે પરસ્પરની અપેક્ષાવાળા ઉત્પાદ વગેરે ત્રણ ‘સત્’નું લક્ષણ છે. (અન્યથા=) જો ઉત્પાદાદિ ત્રણેનો સ્વીકા૨ ક૨વામાં ન આવે તો, અર્થાત્ કોઇ પણ એકનો કે બેનો જ સ્વીકા૨ ક૨વામાં આવે તો (સવસદા મતિ=) સત્ અસત્ બની જાય, અથવા અસત્ સત્ બની જાય. જે વાદી સત્ને અસત્ કહે અથવા અસને સત્ કહે તે વાદીનું આવું વચન તેના મહાઅસત્યપણાને અને કર્મબંધને જણાવે છે. માટે સનું અસત્ થવું અને અસનું સત્ થવું તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. પ્રશ્ન– સિદ્ધાંતને જાણનારા પણ મહાપુરુષો ક્યાંક કેવળ ઉત્પત્તિને, ક્યાંક કેવળ વિનાશને અને ક્યાંક કેવળ નિત્યત્વનું પ્રતિપાદન કરે છે. જેમ કે નિળપવયળ પ્પત્તી=જિનવચનની ઉત્પત્તિ થઇ. (અહીં કેવળ જિનવચનની ઉત્પત્તિને જણાવી છે.) સવ્વટ્ઠાળારૂં અસાHયારૂં=સર્વસ્થાનો અનિત્ય છે. (અહીં કેવળ નાશને જણાવ્યો છે.) યં ટુવાલમંગી ન ારૂં નાસÎ=આ દ્વાદશાંગી ક્યારે ન હતી એવું નથી, અર્થાત્ દ્વાદશાંગી સદા હોય છે. (અહીં કેવળ નિત્યત્વને જણાવ્યું છે.) તેથી સિદ્ધાંતને જાણનારા પણ મહાપુરુષોને આ (=અસત્યપણું અને કર્મબંધ) દોષ લાગે જ છે. ઉત્તર– સિદ્ધાંત વેદીઓને આ દોષ લાગતો નથી. કેમકે (ત્તિતાપિતવિશેષા=) અર્પિત=વિશેષ કરાયેલું (=ઉત્પત્તિની પ્રધાનતાવાળું કરાયેલું) જિનવચન ઉત્પન્ન થયું. આ પ્રમાણે પ્રવચનોત્પત્તિની પ્રધાનતા છે. અનર્પિત=વિશેષ ન કરાયેલું (=ઉત્પત્તિની ગૌણતાવાળું કરાયેલું) પૂર્વનું જિનપ્રણીત પ્રવચન નાશ પામ્યું. અર્થથી તો જિનવચન નિત્ય છે. ૧. આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૨૮. પ્રશમરતિ - ૧૬૭
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy