________________
પ્રશ્ન- આવું તો ક્યારેક જ બને. જયારે ઘટ ઉત્પન્ન થાય કે નાશ પામે ત્યારે જ આવું બને. પણ જયારે ઘટ એમને એમ પડ્યો છે ત્યારે તેમાં ઉત્પાદાદિ ત્રણ ક્યાં દેખાય છે ? તમે તો કહો છો કે દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે ઉત્પાદાદિ ત્રણ થાય છે.
ઉત્તર- સ્થૂલદષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે. તેમાં કોઈ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સર્મદષ્ટિથી વિચારવામાં આવે તો એ ઘડામાં પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે (વિવક્ષિત કોઈ એક સમયે) બે વર્ષ થયા છે. એટલે તે ઘડો અત્યારે બે વર્ષ જેટલો જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો કહેવાય. આથી પૂર્વસમયની અપેક્ષાએ વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન થઇ ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. એ પ્રમાણે બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. તે ફેરફારો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતા નથી. જયારે કોઇ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણા ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા છતાં ઘટ દ્રવ્ય રૂપે કાયમ રહે છે. આ પ્રમાણે દરેક વસ્તુમાં ઘટના થઈ શકે.
[સા મવતીચથા=] જો ઉત્પાદાદિ ત્રણેનો સ્વીકાર કરવામાં ન આવે (-ત્રણમાંથી કોઈપણ એક કે બેનો જ સ્વીકાર કરવામાં આવે) તો સત્ અસત્ બની જાય અથવા અસત્ સત્ બની જાય.
[પતાનપતવિશેષા=] પ્રશ્ન- જો વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે હોય તો, “જીવ ઉત્પન્ન થયો, ઘટ નાશ પામ્યો, આત્મા અજર-અમર છે' આમ કેવળ ઉત્પત્તિ, કેવળ નાશ કે કેવળ સ્થિરતાના સૂચક વાક્યો ખોટા ને?
ઉત્તર– એ વાક્યો જરાયે અસત્ય નથી. દરેક વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે ધર્મો હોવા છતાં વ્યવહારમાં આપણને જે ધર્મની અપેક્ષા (=વિવક્ષા) હોય તે ધર્મને અર્પિત=પ્રધાન બનાવીને વાણીનો પ્રયોગ કરીએ છીએ અને જે ધર્મોની અપેક્ષા (=વિવક્ષા) નથી તે ધર્મોને અનર્પિત (=ગૌણ) બનાવીએ છીએ.
પ્રશમરતિ ૦ ૧૬૫