SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી સઘળાં જીવો અચર. આ બે ભેદ અનુક્રમે ત્રસ અને સ્થાવર એ નામથી અધિક પ્રસિદ્ધ છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ ભેદો વ્યવહારમાં પ્રસિદ્ધ છે. નારક=નરકગતિમાં જન્મે છે. મનુષ્ય-મનુષ્યગતિમાં જન્મે તે. દેવ-દેવગતિમાં જન્મે છે. નારક આદિ ત્રણ સિવાયના સઘળાં સંસારી પ્રાણીઓ તિર્યંચ છે. પશુ, પક્ષી, જલચર, નાના જીવડાં વગેરે તિર્યંચ છે. જેને એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો હોય તે અનુક્રમે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય છે. નારક, મનુષ્ય અને દેવતા પંચેન્દ્રિય છે. તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો હોય છે. લીલી વનસ્પતિ વગેરે એકેન્દ્રિય છે. વનસ્પતિના જીવને માત્ર એક (સ્પર્શ) ઇન્દ્રિય હોય છે. કૃમિ, શંખ, છીપ, જળો વગેરે જીવોને બે (સ્પર્શ અને જીભ) ઇન્દ્રિયો હોવાથી તે બેઇન્દ્રિય છે. કીડી, મંકોડા, કુંથુ, કાઇનો કીડો વગેરેને ત્રણ (સ્પર્શ, જીભ, નાક) ઇન્દ્રિયો હોવાથી તે તે ઇન્દ્રિય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી આદિને ચાર (સ્પર્શ, જીભ, નાક, આંખ) ઇન્દ્રિયો હોવાથી તે ચઉરિન્દ્રિય છે. ગાય, ભેંસ, મોર, મત્સ્ય વગેરેને પાંચ (સ્પર્શ-ચામડી, જીભ, નાક, આંખ, કાન) ઇન્દ્રિયો હોવાથી તે પંચેન્દ્રિય છે. અહીં છ પ્રકારના જીવો જણાવ્યા છે. તેમાં ત્રસકાય સિવાયના પાંચ એકેન્દ્રિય છે અને સ્થાવર (અચર) છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો ત્રસ (ચર) છે. સર્વ પ્રકારની સચિત્ત માટી પૃથ્વીકાય છે. સર્વ પ્રકારનું સચિત્ત પાણી અષ્કાય છે. સર્વ પ્રકારનો અગ્નિ અને વીજળી આદિ તેઉકાય છે. પવન વાયુકાય છે. સર્વ પ્રકારની લીલી વનસ્પતિ વનસ્પતિકાય છે. સચિત્ત ધાન્ય વનસ્પતિકાય છે.] (૧૯૧-૧૯૯૨) सर्वजीवभेदानां व्याप्तिमाहएवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः । प्रोक्तः स्थित्यवगाहज्ञानदर्शनादिपर्यायैः ॥ १९३ ॥ एवमिति०, अत्र द्वितीयार्याधं चतुर्थगणः पञ्चमात्रः पञ्चमगणस्तु त्रिमात्रो, यथा ज्ञानदर्शनादिपर्यायैः, एवमेकोत्तरवृद्ध्या-ऽनेकविधानां-बहुभेदानां एकैको પ્રશમરતિ • ૧૪૪
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy