SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂળ છે અને કયાં કયાં દ્રવ્યો પ્રતિકૂળ છે તે જાણીને અનુકૂળ દ્રવ્યોનું જ સેવન કરવું જોઇએ. (૫) દ્રવ્યગુરુલાઘવ— કયાં દ્રવ્યો પચવામાં ભારે છે, કયાં દ્રવ્યો પચવામાં હલકાં છે એ પણ ખાસ જાણવાની જરૂર છે. જેમ કે– ભેંસનું દૂધ પચવામાં ભારે છે અને ગાય વગેરેનું દૂધ પચવામાં હલકું છે. પચવામાં ભારે દ્રવ્યો અલ્પ પ્રમાણમાં લેવાં જોઇએ. (૬) સ્વબલ– શરીર વાતાદિ દોષોથી દૂષિત છે કે અષિત છે, દૂષિત છે તો કયા દોષથી દૂષિત છે ઇત્યાદિનો વિચાર કરી દોષો ઘટે અથવા વૃદ્ધિ ન પામે તેવો આહાર લેવો જોઇએ. (૧૩૭) एवं पिण्डशय्यादिग्रहणे कथं निष्परिग्रहता स्यादित्याशङ्कयाहपिण्डः शय्या वस्त्रैषणादि पात्रैषणादि यच्चान्यत् । कल्प्याकल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥ १३८ ॥ पिण्डादि प्रसिद्धं, पिंडं सेज्जं च वत्थं च, चउत्थं पायमेव ये'ति । यच्चान्यत्-औपग्रहिकं दण्डकादि उत्सर्गतः कल्प्यं-कल्पनीयं अपवादतो गाढालम्बनेनाकल्प्यमपि ग्राह्यम् । किमर्थमित्याह - सन् - शोभनो धर्मो यस्य स तथा स चासौ देहश्च तस्य रक्षा तस्या निमित्तं कारणं तेनोक्तं- भणितं, न चैतत्परिग्रहः तत्रामूच्छितत्वादिति ॥ १३८ ॥ આ પ્રમાણે આહાર-શય્યા વગેરે લેવામાં નિષ્પરિગ્રહપણું કેવી રીતે થાય ? એવી આશંકા કરીને કહે છે— ગાથાર્થ– આહાર, શય્યા, વસ્ત્રષણા વગેરે, પાત્રૈષણા વગેરે તથા અન્ય જે કોઇ વસ્તુ વિષે અમુક કલ્પ્ય છે (=વાપરી શકાય છે) અમુક અકલ્પ્ય છે (=ન વાપરી શકાય તેવી છે) એમ જે કહ્યું છે તે શુભધર્મવાળા શરીરની રક્ષા માટે કહ્યું છે. ટીકાર્થ– આ વિષે દશવૈકાલિક અધ્યયન ૬ ગાથા ૪૮માં કહ્યું છે કે“અકલ્પ્ય એવા પિંડને (=ચાર પ્રકારના આહારને), શય્યાને (=વસતિને), વસ્ત્રને અને પાત્રને ન ઇચ્છે=લેવાની ઇચ્છા ન કરે, કલ્પ્સને ગ્રહણ કરે.” અન્ય=દાંડો વગેરે ઔપગ્રહિક વસ્તુ. પ્રશમતિ • ૧૦૯
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy