________________
શ્રી કુલક સમુચ્ચય पिच्छसि ताव सयं चिअ, निसुणसि सत्थेसु पावकम्माणं । कडुअं विवागमायरसि, तहवि रे पावकम्माई ।।११।। कइयावि किंपि संपप्प, कारणं जायइ जह विरागो । વUામે સોનરૂતુ, સાવિતાર્જિન પmત્તે ?તારા विसविसमंपि हु पावं, करेसि अमयं व हरिसिओऽणज्ज । अमयमहुरं पि धम्मं, मन्नसि लिंबाउ कडुअयरं ।।१३।। विसएसु लोलुअंतुह, चित्तं चित्तं कुलालचक्कं व । परिभममाणं दुग्गइ-दुहभंडे घडइ अखंडे ।।१४।। रज्जेण न संतुस्सइ, न तप्पए अमरजणविलासेहिं । रे पाव ! तुज्झ चित्तं, रंकस्स व लज्जपरिहीणं ।।१५।। किंचि जया जं पिच्छसि, तं तं अपुव्वमेव मन्नेसि । भणसि अपुव्वं न कयाइ, सुक्खमेवंविहं पत्तं ।।१६।।
તું તારી જાતે જ જુએ છે અને શાસ્ત્રોમાં સાંભળે છે કે પાપકર્મોના ફળ કેવા કડવા હોય છે. છતાં ય તું પાપકર્મો આચરતો જાય છે !! I૧૧ાા
ક્યારેક કોઇ કારણસર તું ક્ષણભર માટે બધી વસ્તુઓમાંથી રસ ગુમાવી દેતો હોય છે. તારો આ ‘વૈરાગ્ય’ કાયમ ટકી રહે તો બેડો પાર થઈ જાય ! T૧રી
ઝેર જેવા પાપો તને અમૃત જેવા મીઠા લાગે છે અને હર્ષભેર તું પાપોમાં પરોવાઇ જાય છે, અમૃત સમાન મધુર ધર્મને લીંબોળી જેવો કડવો માને છે. T૧૩/
તારુ વિષયાસક્ત મન કુંભારના ચાકડાની જેમ સતત પરિભ્રમણ કરતું રહે છે અને તેને કારણે દુર્ગતિના દુ:ખો રુપ માટલા ઉતરતા જાય છે. ||૧૪ ના
આત્મન્ ! તારુ ચિત્ત માંગણની (ભિખારીની) જેમ સાવ નિર્લજ્જ બની ગયું છે, વિશાળ સામ્રાજ્યો મળ્યા છતાં એને સંતોષ નથી, દેવલોકનાં વૈભવ-વિલાસો અનુભવ્યા છતાં એને તૃપ્તિ નથી. (૧૫)
નાનુ-મોટુ સુખ ક્યાંકથી મળી જાય તો તેને તું અપૂર્વ માને છે અને કહ્યા કરે છે કે આવું સુખ તો મેં ક્યારે ય પ્રાપ્ત કર્યું નથી. T૧૬I