________________
પ્રકાશકીય
પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની અંતઃકરણની ભાવનાને ઝીલીને પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. એ “શ્રી કુલક સમુચ્ચય’’માં વિવિધ કુલકોનું એકત્રીકરણ કરીને ભાષાંતર સહિત સંકલન-સંપાદન કરવા દ્વારા અતિ પ્રશસ્ય કાર્ય કર્યું છે. અભ્યાસુ-જિજ્ઞાસુ વર્ગને પોતાના આત્માને ભાવિત કરવા માટે અનેક રીતે ઉપયોગી બની રહેશે.
આ પુસ્તકનું પ્રકાશન કરતા અતિ આનંદની લાગણી અનુભવીએ છીએ. ૐ શ્રી દાદર આરાધના ભવન જૈન શ્વે. મૂ. તપા. સંઘે (દાદર-પશ્ચિમ-મુંબઇ) પોતાના જ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત પુસ્તક માટે લીધેલ લાભ અનુમોદનીય છે.
દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વી. શાહ