SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય बोहंति परं किं वा, मुणंति कालं नरा पठंति सुअं । ठाणमुअंति सयावि हु, विणाऽऽयबोहं पुण न सिद्धी ।।३९।। अवरो न निदिअव्वो, पसंसिअव्वो कया वि न हु अप्पा । समभावो कायव्वो, बोहस्स रहस्समिणमेव ।।४० ।। परसक्खित्तं भंजसु, रंजसु अप्पाणमप्पणा चेव । वज्जसु विविहकहाओ, जइ इच्छसि अप्पविन्नाणं ।।४१ ।। तं भणसु गणसु वायसु, झायसु उवइससु आयरेसु जिआ । खणमित्तमपि विअक्खण, आयारामे रमसि जेण ।।४२।। इय जाणिऊण तत्तं, गुरुवइटुं परं कुण पयत्तं । लहिउण केवलसिरिं, जेणं जयसेहरो होसि ।।४३ ।। બીજાને બોધ આપે, જ્યોતિષ વિગેરેથી કાળનું સ્વરુપ જાણે, સૂત્રો ભણે અને પોતાનું સ્થાન (ઘરબાર, દેશ) પણ સદાને માટે છોડે (સાધુ-સંન્યાસી બને), છતાં તેઓને આત્મજ્ઞાન ન થાય તો સિદ્ધિ નથી જ થતી. ૩૯ I કદાપિ પરની નિંદા ન કરવી, પોતાની પ્રશંસા ન કરવી અને સમભાવ રાખવો, આ જ આત્મબોધનું (શુદ્ધજ્ઞાનનું) રહસ્ય છે. II૪૦ જો તને આત્મવિજ્ઞાનની (આત્માને ઓળખવાની) ઇચ્છા હોય તો બીજાના સાક્ષીપણાને (બીજા મને સારો કહે છે કે ખોટો ? એ વિકલ્પો) છોડી દે, આત્માને આત્મા વડે જ રાજી કર એટલે કે તે સારો બનીને સ્વગુણો મેળવવા દ્વારા તારા આત્માને ખુશ કર અને બીજાઓની વિવિધ વિકથાઓનો ત્યાગ કરી દે. II૪૧ાા | હે જીવ ! તું તેવું ભણ, તેવું ગણ, તેવું વાંચ, તેનું ધ્યાન ધર, તેવો ઉપદેશ કર, તેવું આચર કે જેથી તે વિચક્ષણ ! તું ક્ષણમાત્ર (પ્રતિક્ષણ) પણ આત્મા રૂપી ઉદ્યાનમાં રમી શકે ! ૪૨ના આ પ્રકારે ગુરૂશ્રીએ ઉપદેશેલા તત્ત્વને જાણીને તેમાં પ્રયત્ન કર, કે જેથી કેવલશ્રી (કેવળજ્ઞાન) પામીને તું જયશેખર (આઠ કર્મનો જય કરનારો) થાય. ||૩||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy