________________
४७
શ્રી ગૌતમ ફુલકમ્ सव्वा कला धम्मकला जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वं सुहं धम्मसुहं जिणाइ ।।१६।। जूए पसत्तस्स धणस्स नासो, मंसे पसत्तस्स दयाइ नासो । मज्जे पसत्तस्स जसस्स नासो, वेसा पसत्तस्स कुलस्स नासो ।।१७।। हिंसापसत्तस्स सुधम्मनासो, चोरीपसत्तस्स सरीरनासो । तहा परस्थिसु पसत्तयस्स, सव्वस्स नासो अहमा गई य ।।१८।। दाणं दरिद्दस्स पहुस्स खंति, इच्छानिरोहो य सुहोइयस्स । तारुण्णए इंदियनिग्गहो य, चत्तारि एआणि सुदुक्कराणि ।।१९।। असासयं जीवियमाहु लोए, धम्मं चरे साहु जिणोवइटुं । धम्मो य ताणं सरणं गई य, धम्मं निसेवित्तु सुहं लहंति ।।२०।।
| સર્વ કળાઓને એક ધર્મકળા જીતે છે, સર્વ કથાઓને એક ધર્મની કથા જીતે છે, સર્વ બળોને એક ધર્મનું બળ જીતનારું છે અને સર્વ પ્રકારનાં સુખોને ધર્મનું (સમતાનું) સુખ જીતે છે. ૧૬TI
જુગાર રમવામાં આસક્ત હોય તેના ધનનો નાશ થાય, માંસમાં આસક્ત હોય તેની દયાનો નાશ થાય, મદિરામાં આસક્ત હોય તેનો યશ નાશ પામે અને વેશ્યામાં આસક્ત હોય તેના કુળનો નાશ થાય છે. [૧૭TI
જીવહિંસામાં આસક્ત હોય તેના ઉત્તમ ધર્મનો (દયાનો) નાશ થાય, ચોરીમાં આસક્ત હોય તેના શરીરનો નાશ (ફાંસી) થાય અને પરસ્ત્રીમાં આસક્ત હોય તેના સર્વસ્વનો (સર્વ ગુણોનો) નાશ થાય, એટલું જ નહિ પરંતુ તેઓ પરલોકમાં અધમગતિ પણ પામે. II૧૮ |
દરિદ્ર અવસ્થામાં દાન આપવું દુષ્કર, સત્તાધીશને ક્ષમા રાખવી દુષ્કર, સુખોચિત પ્રાણીને (તીવ્ર ભોગાવળી કર્મના ઉદયવાળાને) ઇચ્છાનો રોધ કરવો દુષ્કર અને તરુણાવસ્થામાં ઇન્દ્રિયનો નિગ્રહ કરવો તે દુષ્કર છે, એ ચારે વાનાં અતિ દુષ્કર જાણવાં. T I૧૯T
જગતમાં જીવિતવ્ય અશાશ્વત કહ્યું છે, (તેથી) હે ભવ્યો ! જિનેશ્વર ભગવાને ઉપદેશેલા સુંદર ધર્મમાં પ્રવર્તે. કારણ કે એ ધર્મ જ રક્ષણ કરનાર, શરણભૂત અને સદ્ગતિને આપનારો છે. એવા ધર્મને જે પ્રાણી સેવે છે, તે પ્રાણી અવશ્ય શાશ્વત સુખને પામે છે. ર૦ લા.