SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય ४४ श्री गौतम कुलकम् । ( શ્રી ઋષિ) लुद्धा नरा अत्थपरा हवंति, मूढा नरा कामपरा हवंति । बुद्धा नरा खंतिपरा हवंति, मिस्सा नरा तिन्नि वि आयरंति ।।१।। ते पंडिया जे विरया विरोहे, ते साहुणो जे समयं चरंति । ते सत्तिणो जे न चलंति धम्मे, ते बंधवा जे वसणे हवंति ।।२।। कोहाभिभूया न सुहं लहंति, माणंसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेसा, लुद्धा महिच्छा नरयं उविंति ।।३।। कोहो विसं किं अमयं अहिंसा, माणो अरी किं हियमप्पमाओ। माया भयं किं सरणं तु सच्चं, लोहो दुहं किं सुहमाह तुट्ठि ।।४।। લોભી પુરુષો ધન મેળવવામાં તત્પર હોય છે, મુર્ખ પુરુષો કામ-ભોગમાં તત્પર હોય છે, તત્ત્વના જાણ પુરુષો ક્ષમામાં તત્પર હોય છે અને મિશ્ર પુરુષો ધન, કામ અને ક્ષમા-ત્રણેમાં તત્પર હોય છે. તેના જે વિરોધથી (વેરથી) વિરામ પામેલા છે તે જ સાચા પંડિતો છે, જે સિદ્ધાન્તના માર્ગે ચાલે છે, તે જ સાચા સાધુઓ છે, જે ધર્મથી ચલાયમાન થતા નથી, તે જ સાચા સત્ત્વશાળી છે અને જે આપત્તિ સમયે આપણા (સહાયક) થાય તે જ સાચા બાંધવો છે. સારા જેઓ ક્રોધથી ભરેલા (ક્રોધી) હોય તે જીવો સુખ ન પામે, માન રાખનારા જીવો શોકાતુર દશા પામે, માયાવી જીવો પારકાના નોકર થાય છે અને લોભની ઘણી તૃષ્ણા વાળા જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. [૩] ક્રોધ મહા ઝેર છે અને અહિંસા અમૃત છે, માન દુષ્ટ શત્રુ છે અને અપ્રમાદ હિતસ્વી છે, માયા મહાભય રુપ છે અને સત્ય શરણ છે તથા લોભ મહાદુ :ખ છે અને સંતોષ પરમ સુખ કહ્યું છે. II૪ IT
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy