________________
શ્રી કુલક સમુચ્ચય उस्सग्गे अववाये, निच्छयववहारयम्मि निउणत्तं । मणवयणकायसुद्धी, लब्भंति पभूयपुण्णेहिं ।।५।। अवियारं तारुण्णं, जिणाणंराओ परोवयारित्तं । निक्कंपया य झाणे, लब्भंति पभूयपुण्णेहिं ।।६।। परनिंदापरिहारो, अप्पसंसा अत्तणो गुणाणं च । संवेगो निव्वेओ, लब्भंति पभूयपुण्णेहिं ।।७।। निम्मलसीलब्भासो, दाणुल्लासो विवेगसंवासो । चउगइदुहसंतासो, लब्भंति पभूयपुण्णेहिं ।।८।। दुक्कडगरिहा सुक्कडा-णुमोयणं पायच्छित्त-तवचरणं । सुहझाणं नवकारो, लब्भंति पभूयपुण्णेहिं ।।९।। इय गुणमणिभंडारो, सामग्गी पाविऊण जेहि कओ। विच्छिन्नमोहपासा, लहंति ते सासयं सुक्खं ।।१०।।
નિર્વિકાર-વિકાર વગરનું યોવન, જિનેશ્વર ભગવંત ઉપર અવિહડ રાગ, પરોપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા, એ પણ દરેક ઘણા જ પુણ્યથી પ્રાપ્ત થાય છે. T૬ /
પરનિંદાનો અને પોતાના ગુણોની પ્રશંસાનો ત્યાગ તેમજ સંવેગ-મોક્ષાભિલાષા અને નિર્વેદ-ભવવૈરાગ્ય એ પણ ઘણા પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. કા.
નિર્મળ-શુદ્ધ શીલનો અભ્યાસ, સુપાત્રાદિકમાં દાન દેવોનો ઉલ્લાસ, હિતાહિત ભાવોમાં હેય ઉપાદેયનો વિવેક, અને ચાર ગતિનાં દુઃખોનો અતિ ત્રાસ થવો, એ દરેક પણ મહાપુણ્યના યોગે પ્રાપ્ત થાય છે. ||૮||
દુષ્કતની ગર્તા-સુકૃતની અનુમોદના, કરેલાં પાપોને છેદવા ગુરુએ બતાવેલા તપનું આચરણ, શુભ ધ્યાન અને નવકાર મહામંત્રનો જાપ એ પણ દરેક મહાપુણ્યયોગે પ્રાપ્ત થાય છે. II૯ ||
આ મનુષ્યપણું વિગેરે સઘળી પુણ્ય સામગ્રી પામીને જેઓએ જ્ઞાનાદિ (ક્ષમાદિ) ગુણોરૂપ રત્નનો ભંડાર ભર્યો તે મોહના પાશને છેદનારા ધન્ય જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષ પદને પામે છે. ||૧૦||