________________
શ્રી કુલક સમુચ્ચય रयणपरिक्खगमेगं, मुत्तुं समकंतिवन्नरयणाणं । किं जाणंति विसेसं ? मिलिया सव्वेऽवि गामिल्ला ।।२२।। एयं चिय जाणमाणा, ते सीसा साहयंति परलोयं । अवरे उयरं भरिउं, कालं वोलिंति महिवलए ।।२३।। एयंपि हु मा जंपह, गुरुणो दीसंति तारिसा नेव । जे मज्झत्था होउं, जहट्ठिय वत्थु वियारंति ।।२४।। समयाणुसारिणो जे, गुरुणो ते गोयमं व सेवेज्जा । मा चिंतह कुविकप्पं, जइ इच्छह साहिउं मोक्खं ।।२५।। वक्कजडा अह सीसा, के वि हु चिंतंति किंपि अघडंतं । तहवि हु नियकम्माणं, दोसं देज्जा नहु गुरुणं ।।२६।। चक्कित्तं इंदत्तं, गणहरअरहंतपमुह चारुपयं । मणवंछियमवरंपि हु, जायइ गुरुभत्तिजुत्ताणं ।।२७।।
સમાન કાંતિ અને વર્ણવાળા રત્નો વિષે એક રત્ન પરીક્ષક સિવાય બીજા ગમે તેટલા ગ્રામિણજનો મળે તો પણ શું વિશેષતાને જાણે ? તારા
આવી રીતે ગુરુને જાણનારા શિષ્યો પરલોકને સાધે છે, બાકીના પેટ ભરીને પૃથ્વી ઉપર સમય પસાર કરે છે. આ ર૩||
એવું પણ બોલશો નહીં કે તેવા ગુરુઓ દેખાતા નથી, કે જેઓ મધ્યસ્થ થઇને યથાવસ્થિત વસ્તુને વિચારતા હોય. ર૪//
સમયાનુસાર જે ગુરુઓ છે તેમને ગૌતમની જેમ સેવ, (તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરો જો મોક્ષને સાધવાની ઇચ્છા હોય તો કોઇ પણ પ્રકારનો કુવિકલ્પ કરીશ નહિ. તારપરા
કેટલાક વક્ર અને જડ શિષ્યો અઘટિત વિચાર કરે છે તો પણ સ્વકર્મનો દોષ વિચારવો. ગુરુને દોષ દેવો નહિ. |ીર૬/
ચક્રવર્તીપણુ, ઇંદ્રપણુ, ગણધરપણુ, અરિહંતપણુ વગેરે સુંદર સંપદા અને બીજુ પણ મનવાંછિત ગુરુભક્તિયુક્ત જીવોને પ્રાપ્ત થાય છે. ||૨૭!