________________
શ્રી યતિશિક્ષાપગ્યાશિકા
૧૩૯
केवलकट्टे धुवं, न सिज्झई वरचरित्तपब्भट्ठा । कट्ठरहिओ वि सज्झाण- दुक्खसहिओ वि जाइ सिवं । । ३५ । । अज्ज वि जिणधम्माओ, भवम्मि बीयम्मि सिज्झई जीवो । અવિરાત્રિસામન્નો, ગહન્નત્રો પ્રદુમમમ્મિ ।।રૂદ્દ।।
ता जीव ! कट्ठसज्झं, जइधम्मं तरसि नेव मा कुणसु । किं न कुणसि सुहसज्झं, उवसमरससीअलं चरणं ? ।। ३७।। न हि कट्ठाओ सिद्धा, विसिट्ठकाले वि किं तु सच्चरणा । ता तं करे सम्मं, कमेण पाविहिसि सिवसम्मं ।। ३८ ।। तं पुव्विं पि हु जीवा, कमेण पत्ता सिवं चरित्ताओ । आइजिणेसरपमुहा, ता तं पि कमेण सिज्झिहिसि ।। ३९ ।। जो महरिसिअणुचिनो, संपइ सो दुक्करो जइपहो तो । अणुमोअसु गुणनिवहं, तेसिं चिअ भत्तिगयचित्तो ।। ४० ।।
ચારિત્રના પાલનથી ભ્રષ્ટ થયેલા હે વેષધારી મુનિ ! કેવળ કષ્ટથી મુક્તિ નહિ થાય પણ શુભધ્યાનના કષ્ટથી જરુર મુક્તિ થશે. ।।૩૫।।
આ કાળે પણ જિનધર્મની આરાધનાથી જીવ બીજે ભવે સિદ્ધ થઇ શકે અને જો ચારિત્રની વિરાધના ન કરે તો જઘન્યથી પણ આઠમે ભવે સિદ્ધ થાય છે. ।।૩૬।। જીવ ! કષ્ટથી પાળી શકાય એવા ધર્મનું આરાધન કરવાની શક્તિ ભલે તારામાં ન હોય પણ સુખપૂર્વક સાધી શકાય એવા ઉપશમ-૨સથી શીતળ ચારિત્રને તું કેમ સાધતો નથી ? ।।૩૭।।
વિશિષ્ટ કાળમાં પણ અજ્ઞાન કષ્ટથી આત્માઓ મોક્ષ પામ્યા નથી પણ સુંદરકોટીનું ચારિત્ર પાળીને જ સિદ્ધ થયા છે. માટે તું તેવા ચારિત્રનું પાલન કર, અને ક્રમે કરીને મોક્ષસુખનો ભોક્તા બન. ||૩૮||
ભગવાન ઋષભદેવથી માંડીને જીવો મોક્ષે ગયા, તે સુંદ૨ ચારિત્રનાં પાલનથી જ ગયા, તું પણ ચારિત્રના બળે જ ક્રમે કરીને મોક્ષે જઇશ. ।।૩૯||
પૂર્વમહર્ષિઓએ જે કઠોર સાધુધર્મનું સેવન કર્યું તેવું કઠોર અને શ્રેષ્ઠ ચારિત્ર તને દુષ્કર લાગતું હોય તો તે મહર્ષિઓ ઉપર પૂર્ણ ભક્તિ ધારણ કરી તેમના ગુણસમૂહની ખૂબ ખૂબ અનુમોદના ક૨. 1|૪૦||