________________
૧૧૭
ઇરિયાવહિય કુલકન્
२४
इरियावहिय कुलकम्
नमवि सिरिवद्धमाणस्स पयपंकयं, भविअ जिअ भमरगण निच्चपरिसेविअं । चउगड्जीवजोणीण खामणकए, भणिमु कुलयं अहं निसुणिअं जह सुए ।। १ । नारयाणं जिआ सत्तनरयुब्भवा, अपज्जपज्जत्तभेएहिं चउदस धुवा । પુવિ-અપ-તેય-વાડ-વાસ્સÍાંતયા, પંચ તે સુન્નુમથૂના ય સ કુંતા ।।૨।। अपज्जपज्जत्तभेएहिं वीसं भवे, अपज्जपज्जत्तपत्तेयवणस्सइ दुवे, एवमेगिंदिआ वीस दो जुत्तया, अपज्जपज्जबिंदि - तेइंदि चउरिंदिया ।।३॥ नीरथलखेअरा उरगपरिसप्पया, भुजगपरिसप्प सन्निसन्नि पंचिंदिया । दसवि ते पज्जअपज्जत्त वीसं कया, तिरिय सव्वेऽडयालीस भेया मया ।।४ ।।
ભવ્ય જીવોરુપી ભ્રમરોના સમૂહથી નિત્ય સેવાયેલા શ્રી મહાવીરપ્રભુના ચરણકમલને નમસ્કાર કરીને ચાર ગતિના જીવની યોનિઓને (જીવોને) ખમાવવાને માટે મેં સિદ્ધાન્તમાં જે સાંભળેલું છે તે કુલકરુપે કહું છું. ||૧||
સાત નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થતા નરકના જીવોના સાત પ્રકારો છે. તેના સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળીને કુલ ચૌદ ભેદ થાય છે. તથા તિર્યંચમાંપૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય-એ પાંચ ભેદોના પાંચ સૂક્ષ્મ અને પાંચ બાદ૨ મળી કુલ દશ ભેદો થાય છે. ।।૨।।
એ દશના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે પ્રકારો ગાતાં વીશ ભેદો થાય છે, ઉપરાંત પ્રત્યેક વનસ્પતિના અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બે ભેદો છે. આ રીતે એકેન્દ્રિયના કુલ બાવીસ ભેદો થાય છે. તથા પર્યાપ્તા અને અપર્યાપ્તા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય મળી વિકલેન્દ્રિયના છ ભેદો થાય છે. ।।૩||
(વળી) સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય, તે પ્રત્યેકના જળચર, સ્થળચર (ચતુષ્પદ), ખેચર, ઉ૨:પરિસર્પ અને ભુજપરિસર્પ એમ પાંચ પાંચ ભેદો હોવાર્થ દશ ભેદો થાય છે, તેના વળી પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં વીસ ભેદો થાય, એ સર્વ મળી તિર્યંચના અડતાળીસ ભેદો કહ્યા છે. ।।૪।।