________________
શ્રી કુલક સમુચ્ચય तह कम्मवाहिगहिओ, जम्मणमरणाउइन्नबहुदुक्खो । तत्तो निव्विन्नमणो, परमगुरुं तयणु अन्निसइ ।। ३५।। लर्द्धमि गुरुंमि तओ, तव्वयणविसेसकयअणुट्ठाणो । पडिवज्जइ पव्वज्जं, पमायपरिवज्जणविसुद्धं ।। ३६।। नाणाविहतवनिरओ, सुविसुद्धासारभिक्खभोई य । सव्वत्थ अप्पडिबद्धो, सयणाइसु मुक्कवामोहो ।। ३७ ।। माइ गुरुव, अणुट्टमाणो विसुद्धमुणिकिरियं । मुच्चइनीसंदिद्धं, चिरसंचियकम्मवाहिहिं ।। ३८।।
૧૦૬
તે પ્રમાણે કર્મ વ્યાધિથી ઘેરાએલો, જન્મ-મરણથી બહુ દુ:ખી થએલો અને તે દુ :ખોથી (જન્મ-મરણથી) કંટાળેલો જીવ પરમગુરુ જિનેશ્વરદેવ કે તેઓના માર્ગને સમજાવનારા સદ્ગુરુઓ ને શોધે છે. ।।૩૫।।
તેવા ગુરુ પ્રાપ્ત થતાં તેઓના વચનથી સવિશેષ અનુષ્ઠાનો-ધર્મ ક્રિયાઓ કરતો તે પ્રમાદના પરિહાર પૂર્વકની (અપ્રમત્ત) દીક્ષાને સ્વીકારે છે. ।।૩૬।।
તથા વિવિધ પ્રકારનાં તપમાં રક્ત બનેલો તે બેંતાલીશ દોષથી વિશુદ્ધ અને અસાર (નિરસ-વિરસ) ભિક્ષાનું ભોજન કરતો, સર્વત્ર અપ્રતિબદ્ધ-મૂર્છા રહિત તથા સ્વજનાદિમાં પણ મોહ ને છોડનાર થાય છે. ।।૩૭।।
એ પ્રમાણે ગુરુ એ ઉપદેશ કરેલા વિશુદ્ધ સાધુ ક્રિયાને આચરતો મનુષ્ય નિશ્ચે દીર્ઘ કાળથી સંચિત કરેલ કર્મોરુપ વ્યાધિથી નિશ્ચે છૂટી જાય છે-મોક્ષને પામે છે. ।।૩૮।।