SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તે સંગ્રામ કરતાં કરતાં સાત મહિનાને સમય વીતી ગયે, તે યુદ્ધના સાત મહિનામાં દશકોડ મનુષ્યને ક્ષય છે. એટલામાં યુદ્ધને રોકનાર એવા વર્ષાકાળ (માસુ) આવ્યો ને મૂશળધારાએ વરસાદ પડવા લાગ્યો. પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ મુસાફરના માર્ગો બંધ થઈ ગયા ત્યારે બને લશ્કરે યુદ્ધ કરતાં રોકાયા. ઉંચી જગ્યાએ જોઈને સહુએ સહુના તંબૂ બાંધી લીધા. ત્યાર પછી અનુક્રમે માસું પૂર્ણ થયું. શરદઋતુ આવી. પાણી ઓછા થયા કચરા સૂકાયા. વાદળાંઓ દૂર થયા. દિશાઓ ચેખી થઈ. સરોવરને વિષે ખીલેલા કમળ શોભવા લાગ્યા. સર્વ ધાન્ય પાકી ગયા. આવી બધી શોભા વૃદ્ધિ પામી ત્યારે દ્રાવિડ રાજા પરિવાર સહિત વનની શેભા જેવા નીકળે તે રાજાને વિમલ બુદ્ધિ નામનો એક પ્રધાન હતું. તે કહે છે કે મહારાજ ! અહિ તાપસનો આશ્રમ છે. ચાલે ત્યાં જેવા જઈયે. ત્યારે પ્રધાનની પ્રેરણાથી રાજા તાપસને આશ્રમ જેવા ગયા. ત્યાં જેના મસ્તક ઉપર વાળની જટારૂપી મુગટ શેભે છે. વલ્કલના વસ્ત્ર પહેર્યા છે. અને હાથમાં જપમાલા લટકી રહી છે. પર્યકાસને બેઠા છે એવા સુવલ્સ નામના અત્યંત વૃદ્ધ કુલપતિ છે. તે ઘણાં તાપસે પરિવરે છે. જાણે સાક્ષાત્ શાંતરસની મૂતિ. જ ન હોય, તેવા તેને દેખીને રાજાએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. મુનિએ પણ ધ્યાન મૂકીને આશીર્વાદ આપે. હવે રાજા તેના વચને સાંભળવા ઈચ્છે છે. ત્યારે તાપસે પણ ધર્મદેશના આપવા માંડી. હે રાજન ! આ સંસાર સમુદ્ર અનંતા દુઃખરૂપ પાણીથી ભરેલું છે. તે સમુદ્ર-કામ-ક્રોધાદિક-માછલ-કાચબામગરમચ્છ વગેરે જલજંતુઓ વડે વ્યાપ્ત છે. રતિ અને અતિએ કરી અતિભયંકર છે. તે સમુદ્ર ભરૂપી વડવાનલ વડે (અગ્નિથી) બધા જગને સંહાર કરે છે. વિષયરૂપ રતિએ ભયંકર છે. તેમાં વિષયરૂપી ભમરીઓ (આવી છે. તેમાંથી સુર-અસુર અને રાજાઓ પણ નીકળી શકતાં નથી. સુખ તે રાક્ષસની પેઠે દુઃખદાયી છે. સુખ ભેગવવાને કાલ અપ હોય છે. નરકાદિનાં વિપાકે અનંતા છે. તે માટે ધિક્કાર kotestedbackstastast sastodastestetstestostese dade soolestaseste destacadas de se ubedecedade do desdestotended desteeddedestestesa
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy