SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ နေ၀၉၉၉ပန ဖဖဖ၀၀၀၀၀၀၀၀၀၀ခနနနနနနနနနန જંબુદ્વિપનાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે ગંધાર નામે દેશ, ત્યાં અંધાર નામે નગર છે, ત્યાં લક્ષમીસેન નામે રાજા હતે. તેને વિજયસેન નામે પુત્ર હતે. તથા સુવસુ નામે પુરોહિત, તેને વિભાવસુનામે પુત્ર છે, તે રાજકુમારને તથા સુવહુ સાથે મિત્રાઈ છે. એક દિવસ સુવસુને રેગ થયે તે મરણ પામે. એવા અવસરે ત્યાં વિહાર કરતાં ગંધાર પર્વતને વિષે ચાર મુનિ પધાર્યા. તે ત્યાં માસુ રહયા ત્યારે ચરપુરુષે આવી રાજકુમારને વાત કરી, રાજકુમારને મુનિ અતિ વહાલા છે, તેથી તે ત્યાં વાંદવા ગયે, મુનિને અભ્યાસ કરતા જોયા. વાંદતા ઘણે આનંદ થયે, ગુરુએ ધર્મલાભ દીધે, કુમારે સુખશાતા પૂછી. પછી વાંદીને ઘેર ગયે, એમ નિરંતર વાંદવા જાય, મુનિ પણ ચારેમાસ માસક્ષમણનું પારણું કરે. ચરિમ દિવસે પાછલી રાતે વિચાર્યું, હે પ્રાતઃકાલે મુનિ વિહાર કરશે. ત્યારે શું કરશું? એમ વિચારી પાછલી ચાર ઘડી રાત લઈને નીકળે, થડે ચાલ્યા એટલે સુગંધી વાયરો વાયે, આકાશે અજવાળું થયું. ગંધાર પર્વત ગાજવા લાગ્યું, જયકાર શબ્દ સંભળાયે. તેથી કુમારનાં મનમાં ઘણે હર્ષ થયે, આગળ ગયા એટલે પૃથ્વી સમી કલી દીઠી, તૃણાદિક સર્વ દૂર કરેલા જોયા, સુધી પાણીની તથા સુગંધી ફૂલની વૃષ્ટિ જોઈ, થેડાડા દેવતા મળીને સ્તવના કરે છે. અહે! ધન્ય તમારો અવતાર, તમે રાગદ્વેષક્ષય કર્યા, કમસે ને છત્યું, ભવસમુદ્ર શેળેિ, એવા વચન સાંભળી, કુમારે વિચાર્યું, કે ગુરુ કેવલજ્ઞાન પામ્યા દેખાય છે. જન્મ, જરા, મરણનાં દુઃખ કાપીને શાશ્વત સુખ પામ્યા. પછી દેવતાએ સિંહાસન રચ્યું, મુનિ ત્યાં બેઠા. કુમારે કેવલજ્ઞાનને નિશ્ચય કર્યો, વંદના કરી. કેવલીએ દેશના દીધી. દેવ, મનુષ્ય પિતપોતાના સંદેહ પૂછવા લાગ્યાં. કુમાર પણ પિતાને સંદેહ પૂછે છે, હે સ્વામિ ! મારે મિત્ર વિભાવસુ ક્યાં ઉપન્ય છે ? કાલ ક્ય ઘણા દિવસ થયા મારું હૃદય ઘણું બળે છે. હમણાં શું અનુભવે છે ? કેવલી બેલ્યા, એના ભવ તમે સાંભળો-તે મહા દુખદાઈ છે. • કારણ કે ધર્મ કર્યો નથી તે સુખ કેમ પામે ? ૩૧૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy