SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પછી ઊભા થઈ બે હાથ જોડી પ્રભુને કહે છે કે હે ભગવન્! આ સંસાર અસાર છે. તે સળગી રહ્યો છે. તેમાંથી મારા આત્માને કાઢવા માટે, હું સાવધાન થઈ છું. પણ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા લઉં એટલી જ વાર છે. તેમની આજ્ઞા લઈને પછી સવામી પાસે દીક્ષા લઉ. એમ કહીને પર્ષદામાં જ ચંડપ્રોત રાજાને પૂછયું. તેથી ચંડપ્રદ્યોત રાજા દેવતા-મનુષ્ય અને અસુરેની મોટી સભામાં શરમથી ના ન પાડી શકો તેથી મૃગાવતીને દીક્ષા લેવા માટે રજા આપી. તે સમયે મૃગાવતી રાણીએ ચંડપ્રદ્યોત રાજાના ખોળામાં બાલક ઉદયન કુમારને સોંપ્યા. અને પોતે ચારિત્ર અંગીકાર કર્યું. તે વખતે ચંડપ્રદ્યોત જાની અંગારવતી વગેરે આઠ રાણીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અને પાંચ રને પણ ત્યાં તેના સ્થાનમાં જઈને પ્રતિબોધ્યા. આ સર્વે અધિકાર આવશ્યક સૂત્રની બૃહવૃત્તિમાં ઉપદ્રવાતની આદિમાં છે. કામાભિલાષી સુવર્ણકાર–મૃગાવતીને ઇચ્છુક ચંડપ્રદ્યોતરાજા અને બ્રાહ્મણની ભગિની ને પાંચસે ચેરાથી પણ કામની તૃપ્તિ ન થઈ. તેથી સર્વે કામી છ મૂર્ખ જાણવા હવે અર્થ તથા કામ આ બેને જે છેડે છે. તેને તત્વને જાણ કહીયે. અને તત્વને જાણ હોય તેજ ક્ષમાને વિષે તત્પર હોય છે. કષાય ન કરવા ઉપર રાજર્ષિ દમદતનું દ્રષ્ટાંત જંબુદ્વિપ લાખ જેજાન લાંબો ને પહેળે છે. પૂર્ણિમાના ચંદ્ર જે અને તેલમાં બનાવેલા પુડલા જે ગળાકાર છે. તેમાં ભારતક્ષેત્ર પાંચસો છવ્વીસ જન અને છકલા–પહેળે છે. તે ભરતક્ષેત્રના શૈતાય પર્વત તથા ગંગા ને સિંધુ નદી વહે છ ખંડ (ભાગ) થયેલા છે. તેમાં પણ દક્ષિણ ભારતને જ મધ્યખંડ છે તેમાં હસ્તિશૌર્ષ નામે નગરી છે. તે નગરીને રાજા દમદંત છે. તે રાજ ધીર-વીર ને પરાક્રમી છે. તે સમયને વિષે કુરુદેશમાં જેને જેવાથી સાક્ષાત સ્વગને અનુભવ થાય તેવું ગજપુર નામનું નગર છે. તે નગરમાં યુધિષ્ઠિર નામે રાજા
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy