________________
રોગની ચિકિત્સા કરું. સેલંગ અણગારે તે વચન માન્યું, મંડુકરાજા પિતાના સ્થાનકે આવ્યા સેલંગ પણ બીજે દિવસે પાતઃકાળે પાંચસે અણગારની સાથે મટુકરાજાની યાનશાલાએ પ્રસુક પીઠફલાદિક યાચી. ને રહ્યા. વૈદ તેડાવીને પ્રાસુક સેવણીક ઔષધે કરી તથા મદ્યપાને કરી. સાજા થયા, ત્યાર પછી અશનાદિકમાં મદ્યપાનમાં મૂછયા, પીઠફલક શૈયા સંથારામમાં પ્રમત્ત થયા. વૃદ્ધ થયા. પાસત્યા થયા. કુશીલ થયા, સંસત થયા, તે પીઠફલાદિકને જેમની પાસેથી યાચી લાવ્યા હોય, તેને પાછા આપતા મન ચાલે નહિં. અન્યદા પાંચસે પ્રધાન શિષ્યમાલે એક પંથક ટાલીને બીજા અણગાને પાછલી રાતે જાગરિ .. કાએ જાગતા એ વિકલ્પ ઉપજો. જે સેલંગરાજા એ રાજ્ય છાંડી. દીક્ષા લીધી, હવે પ્રમાદમાં પડયા થકા રસમૃદ્ધિ છાંડી શકતા નથી. તે સાધુને ન કલ્પે, માટે પ્રાત:કાળે સેલંગઋષિને પૂછી, પીઠફલકાદિક આપીને, એક પંથક મુનિને વૈયાવચ્ચમાં થાપીને આપણે બહાર ઉગ્ર વિહાર કર કલ્પે, એમ ચિંતવી અનુક્રમે સધે વિહાર કર્યો.
હવે પંથક મુનિ પણ શૈયા, થા, ઉચ્ચાર, એલ, ઔષધ, શેષજ, ભાત, પાણીએ કરી, અગિલાનપણે વૈયાવચ્ચ કરે. એમ કરતાં એકઠા કાર્તિક માસીને દિવસે સેલંગ રાજઋષિ વિપુલ અશનાદિક આહાર કરી, મદ્યપાન કરી પાછલે પહેરે સુખે સૂતા છે. તેવામાં પંથક મુનિએ માસી પ્રતિક્રમણ કરવા માંડયું, તિવારે
માસી ખામણા ખામતા ગુરુનાં મસ્તકે પગ ફર. તે થકી સેલંગ કષાયમાં આવ્યા, રીસ ચઢી, ઉઠીને બેઠા થયા. અને એમ કહેવા લાગ્યા કે કોણ આપ્રાને પ્રાર્થના, હીણી ચૌદશને ઉપજે, જે મને સુખે સૂતાને સંઘટે છે? તે વચન સાંભળીને પંથકછ ભય પામ્યા. ત્રાસ પામ્યા. હાથ જોડી કહેવા લાગ્યા કે હે વામિન ! હું પંથક દેવસિક પ્રતિક્રમણને કાઉસગ્ન કરીને ચોમાસી ખામણ ખામું છું. તેમાં હે દેવાનુપ્રિય! તમને વંદના કરતા તમારા
૨૫૬