SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနနနနနနနနနနနနနုနုနုနုနုနုနုနီလိုနေရ વચન મેં ન માન્યું. માટે એ પ્રપંચ રાજાએ કર્યો, હવે મેં બેબીને માર્યો એ અપરાધે રાજાનાં પુરુષ મને લઈ જશે, માટે તેની પહેલા જ હું રાજાની પાસે જાઉં, એમ વિચારી રાજાની પાસે ગયે, તેને નંદરાજાએ ઘણા અભિલાષ સહિત જાણીને આદર આપે. ઇગિતાકારને જાણ હોવાથી અમાત્ય પદવી લે. કલ્પકે પણ પિતાના અપરાધનું ઔષધ જાણીને રાજાનું વચન માન્યું. કારણકે બુદ્ધિવંત હોય તે અવસરનાં જાણ હોય. હવે નંદરાજા પિતે કૃતકૃત્ય માનતે કલ્પક સાથે વાત કરતે થકો સંદેહની વાતે પૂછે છે, કલ્પક પણ રાજાના સર્વ સંદેહ ભાગે છે. એવામાં ત્યાં બેબીએ સર્વ એકઠા મળી પિકાર કરતા આવ્યા, તેણે કલ્પકને ગૌરવતા સહિત રાજાની પાસે બેઠેલે છે, તે જોઈ બેબી પિતાપિતાને ઘેર ગયા, રાજાએ પૂર્વલા સર્વ અમાત્ય ટાળીને એક કલ્પકને મહામંત્રી કર્યો–કલ્પક પણ અનેક ઉપાય કરીને નંદરાજાને ધરતી અને લક્ષમી અપાવતે રહ્ય, રાજાને પણ જશવાદ ઘણે થતો રહ્યો, હવે પૂર્વ મંત્રી ક૯૫ક ઉપર ઘણે ઠેષ ધરે, ક૯૫કના છલ શોધે, તે દુષ્ટ મંત્રીઓએ કલ્પકનાં ઘરની દાસીને વસ્ત્રાદિક આપીને વશ કરી લીધી, તેને ક૯૫કના ઘરની ખબર નિત્ય પૂછે. દાસી પણ લેભે કરીને બધી વાત કરતી. હવે કલ્પકને ઘણા પુત્ર છે. કારણ કે જેનશાસનને પ્રાયે ઘણા પુત્ર થાય, એકદા ક૯૫કને પુત્રનું વિવાહ મંગલ કરવું છે. માટે રાજાને અતેકર સહિત ઘેર તેડવાની ઈચ્છા છે. તેણે રાજાને આપવા સારું મુકુટ, છત્ર, ચામરાદિક કરાવવા માંડયા છે. બીજી પણ ચગ્ય વસ્તુ કરાવે છે. તે સર્વ દાસીએ પૂર્વલા મંત્રીએ આગળ કહી. તેણે પણ છળ પામીને રાજાને કહયું, હે સ્વામિન્! તમારા લેખે અમે કશીકામના નથી, તે પણ અમે સ્વામિના ભક્તિવંતા છીયે, કુલવંત છીએ માટે હિતની વાત કહીયે છીયે. તમારા વાલા મંત્રીશ્વર કપકે જે વાત માંડી છે તે સાંભળે. તેણે પિતાને ઘેર છત્ર ચામરાદિક રાજયાલંકાર કરાવવા essessessessedecessoooooooooooooooooooooooooooooooooodge ૨૩૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy