SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કરે છે તે માટે નાના ભાઈને યુવરાજ પદ આપે. એ રીતે પ્રધાને કહેવા છતાં પણ રાજાએ ન માન્યું અને રામને યુવરાજ પદ આપ્યું. અનુક્રમે રાજા મરણ પામ્યા ત્યારે શમ રાજા થય ને નાને ભાઈ મહાબલ યુવરાજ થયે. હવે રામ રાજા વિશેષ પ્રકારે ગીત ગાન સાંભવે છે. અને પોતે પણ ગીત ગાન કરે છે. અને નવનવાં ગીતે ડુબાદિકને શીખવીને તેમની પાસે ગવરાવે છે. એક સમયે એક યુવાન ડુંબની મુસ્વરવાલી કન્યા રાજાની પાસે આવી. તેના રૂપ અને ગાવાના ગુણથી મહેલે રાજા રામ કુલની લજજા મૂકીને તેની સાથે અનાચાર સેવવા લાગ્યા. તેને મંત્રી પ્રમુખ સર્વ પરિવારે ઘણે જ વાર્યો પણ તે રોકાયે નહિં ત્યારે સર્વ પરિવારે સાંપ કરીને ડુબ સહિત રામને દેશ બહાર કાઢી મૂકે. અને નાના ભાઈને રાજ્યમાં ગાદી પર બેસાડ. હવે રામદેશાંતરમાં ભમતે ભમતે મરણ પામીને વનમાં હરણ થયું. ત્યાં ગીતના રસની આસક્તિમાં ભીલડીએ માર્યો. ત્યાંથી મરીને મહાબલ રાજાના પુરોહિતને પુત્ર થયે. ત્યાં પણ યૌવનવયમાં ગીતમાં અત્યંત આસક્ત થયો. એક વખત રાત્રીએ રાજા બના ટોળા પાસે ગીત ગવરાવે છે. ત્યારે પુરોહિત પુત્રને રાજાએ કહ્યું કે મને નિદ્રા આવે છે માટે હું નિદ્રાવશ થાઉં ત્યારે આ ગીત બંધ રખાવજે. રાજાને નિદ્રા આર્વી ગઇ તે પણ તે ગીતની આસક્તિમાં ગીત બંધ ન કરાવ્યું. તેથી પછી રાજા જાગે ત્યારે તેણે ક્રોધથી વ્યાપ્ત થઈને તે બ્રાહ્મણના કાનમાં ઉનું ઉનું તેલ રેડાવ્યું. તેથી તે વિપ્ર મરણ પામે. ત્યારે રાજાને પસ્તા થયે. ને વિચાર આવ્યું કે ધિક્કાર છે મુજને મેં થોડા અપરાધમાં ઘણે દંડ કરી નાંખે. એ અવસરે ત્યાં કેવળી ભગવંત પધાર્યા. તેમને વંદન કરીને રાજાએ પૂછયું. ત્યારે કેવલીએ રાજાના ભાવથી માંડીને સર્વ સંબંધ કહ્યો. એક શોત્રેન્દ્રિયના પરવશ. પણથી રામને જીવ આવું દુખ પામે. આગળ પણ સંસારમાં ઘણા ભ કરશે. આવા શ્રવણેન્દ્રિયના પરવશપણાના વિપાક સાંભણી મહાબલ રાજા ચારિત્ર અંગીકાર કરી કેવલજ્ઞાન પામી મોશે પહોંચ્યા. essesses of sessofess e dહseedesseeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy