________________
နန၉၀၉ ၉၇၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ એથી આકાશમાગે ગમન થશે, સર્વ રાજા તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. વળી સાંભળ, હું વિમાને બેસી તહારા નગર ઉપર થઈને જતી હતી, ત્યાં તહારા માતા-પિતા-ઘણાં વિલાપ કરે છે, તે સાંભળી મેં તેમને કહ્યું કે, બે દિવસમાં ભીમકુમારને હું તેડી લાવું છું. માટે હે ભીમ! તમે ચાલો, તે સાંભળી ભીમકુમાર પિતાના નગર ભણી જવાને ઉજમાળ થયે. એટલે યક્ષ વિમાન વિકુવી ને કહેવા લાગ્યા, હે કુમાર ! આ વિમાનમાં બેસીને પિતાના નગરે જાઓ. ત્યારે હેમરથ રાજાએ પણ ઘણાં હાથી, ઘેડા, આભરણ, રત્ન પ્રમુખ કુમારને આપ્યું.
પછી ઘણું આગ્રહથી હેમરથ રાજાની આજ્ઞા લઈને વિમાનમાં બેસી કન્યા અને મંત્રી સહિત કુમાર પોતાની નગરી ભણું ચાલ્યા. હાથી, ઘોડા, પાયક પ્રમુખ સર્વ પર ચાલતા હતા. અનુક્રમે ઘણું આડંબરથી કમલપુરના વનમાં પહોંચ્યાં ત્યાં મૈત્યને વિષે યક્ષ રાક્ષસદિક સહિત ભીમકુમાર પરમેશ્વરની સ્તવના કરીને પાદવિહાર પિતાને નમવા ચાલ્યું. પિતાને પણ વનપાલકે વધામણી દીધી કે હે સ્વામિન! ભીમકુમાર આવ્યા છે. તે સાંભળી રાજાએ પોતાનાં આભરણ સર્વ વનપાલકને આપ્યાં. સર્વ નગર શણગાર્યું. પ્રધાન પ્રમુખ સર્વ સામા આવ્યા, ભીમ પણ તે સર્વને આવતા દેખી માતા પિતાને ચરણે ન. સહુને હર્ષ થયે, સર્વ સ્થાનકે પહોંચ્યા. ભેજન કર્યા. મંત્રીએ સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. રાજા ઘણે ખુશી થયે. પછી ઘણું રાજકન્યાઓ કુમારને પરણાવી. અનુક્રમે કુમારને રાજ્યાભિષેક કરીને હરિવહન રાજાએ ગુરુ પાસે દીક્ષા લીધી. ભીમરાજા જૈન શાસનને ઘણે પ્રભાવક થયે. અનુક્રમે તે ત્રણ ખંડને ભક્તા થયે. પછી તે દેવતાની જેમ સુખ લેગવતાં પાંત્રીસ હજાર વર્ષ વ્યતીકમ્યાં.
એક દિવસે વનપાલકે આવી રાજાને વધામણી દીધી કે હે રાજન ક્ષમાસાગર નામે આચાર્ય ચાર જ્ઞાનના ધણી ઘણાં સાધુએ પરિવરેલા થકા આપણા સહસાગ્ર વનને વિષે પધાર્યા છે. રાજાએ પણ વધામણીયાને
૧૦૫