SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ એ બન્યું છે, કે આ પ્રતે અમને એક એક પાદની મળી છે. કોઈ કયાંથી મળી ને કોઈ કયાંથી. એટલે એક પ્રતમાં વિ. સં. ૧૩૯૫ અને બીજી પ્રતમાં ૧૪૪૫ એવી રીતે મળે છે. તે અવગુરિની પ્રતોમાં એકને એક સૂત્ર-સાધના વારંવાર આવતી હતી, તે કાઢીને તે જ અવચૂરિને આધાર લઈને વ્યાકરણગત ન્યાય અને પરિભાષાઓને ન્યાયસંગ્રહ આદિ ગ્રંથના આધારે સમાવેશ કરી આ અવચૂરિને સમૃદ્ધ બનાવવામાં આવી છે. આ અવચૂરિની સંકલના માટે ખૂકવૃત્તિ, ન્યાયસંગ્રહ, હૈમધાતુ પાઠ, લઘુન્યાસ તથા દયાશ્રય કાવ્ય વિગેરે ગ્રંથને આધાર, તથા વાક્યપદીય, પાણિનીયાદિ જૈનેતર વ્યાકરણ ગ્રંથનો પણ આધાર મેળવીને ઘણેજ શ્રમ લઈને આ ગ્રંથ તૈયાર કર્યો છે. જો કે પાઠાન્તરોના સૂચન તથા બીજા અનેક આવશ્યક પરિશિષ્ટો, સાત અધ્યાય પૂર્ણ થયા બાદ આપવાનો નિર્ણય કર્યો છે, એટલે આ પ્રકાશનમાં તે બધું આપેલ નથી. શુદ્ધિપત્રક પણ ખાસ ભૂલે ન હોવાથી આ ગ્રંથમાં તે આપવાની ઉપેક્ષા સેવવામાં આવી છે. છતાં જેઓને નજરે પડે છે તે મને જરૂર જણાવે કે જેથી સંપૂર્ણ ગ્રંથ તૈયાર થાય ત્યારે તેના શુદ્ધિપત્રકમાં તે સુચિત શુદ્ધિઓ મૂકી શકાય. આ ગ્રંથના કતાં મહાપુરુષની થોડી વિગતે અત્રે જણાવવી જરૂરી છે. એ મહાપુરુષને પુષ્યજન્મ વિ.સં. ૧૧૪પ ની કાર્તિકી પૂનમે ધંધુકામાં થયો હતે. માતાપિતાએ પાંચ વર્ષની બાલ્યવયે તેમને સં. ૧૧૫૦ ના માહ સુદ ૧૪ના દિને દીક્ષા અપાવી. ધીમે ધીમે અભ્યાસ કરી થોડા વર્ષોમાં તેઓ સર્વશાસ્ત્ર પારંગત થઈ ગયા. તેથી સં. ૧૧૬૬ ની વૈશાખ સુદ ત્રીજે ગુરુમહારાજની પ્રસાદીરૂપે તેઓને શાસન પ્રભાવનામાં સહાયક આચાર્યપદ મળ્યું. ત્યારથી તેમનું નામ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી તરીકે પ્રખ્યાત થયું. આ મહાવ્યાકરણ બનાવ્યા બાદ મહારાજા સિદ્ધરાજની રાજસભામાં એક મહાન ઉત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં રાજાને પણ સારો રસ હતો, એટલે આ ગ્રંથનું નામ શ્રી સિદ્ધ( સિદ્ધરાજ ) હેમચંદ્રશબ્દાનુશાસન રખાયું. ત્યારબાદ મહારાજા કુમારપાલના રાજ્યારોહણ બાદ ઘણું ઘણું ધમ પ્રભાવનાએ એ સૂરિમહારાજે કરી. એમ કહી શકાય કે તે વખતે જેવું એકછવું જૈન રાજાનું રાજ્ય ધર્મ પાલનમાં ઉદ્યમશીલ અને જૈન શાસનમય બન્યું, તેવું અત્યાર સુધી હજી બીજું કઈ થયું નથી. એટલું પણ એક અપેક્ષાએ કહી શકાય, કે રાજસત્તાના બળથી ૫ણ જેટલી પ્રભુપ્રણીત જીવદયા મહારાજા કુમારપાલે
SR No.023395
Book TitleSiddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Original Sutra AuthorN/A
AuthorJitendravijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2007
Total Pages470
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy