SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આવા સગો હેવાથી અનેક વખત વિચાર ઘેળાયા કરતે હતા, કે આપણા આ મહાવ્યાકરણને ખિલવવા માટે કેમ ખાસ પ્રયાસ થયા નથી? એ શોધમાં ચિત્ત વ્યાકૂલ હતું, એટલામાં અમદાવાદમાં વિ. સં. ૨૦૦૦ ની સાલમાં આ લઘુતિ ઉપર ટિપનવાળી અવચૂરિની તૂટક પ્રતે માત્ર દેઢેક અધ્યાય જેટલી જોવામાં આવી. લીમડી, અમદાવાદ, જેસલમેર, વડેદરા, તથા પાટણના જ્ઞાનાલયોમાંથી પણ તપાસ કરતાં તેથી અધિક સાંપડવાની આશા રહી નહીં. એટલેથી નિરાશ થાઉં તેમ હું ન હતા. એમ કરતાં કરતાં અનેક હસ્તલિખિત જ્ઞાનભંડારોની પ્રતો નિહાળતાં નિહાળતાં સમાજના સદભાગ્યે આ વ્યાકરણની અવરિની સંપૂર્ણ પણ છૂટી છૂટી પ્રતે મળી ગઈ. સાતમા અધ્યાયના થોડા જ અધવચના સૂત્રની તેમાં હવે ખામી રહી છે. આ રીતે મુંબઈ ખંભાત અને સુરતના નિભંડારમાંથી તે મેળવીને તે બધાયની પ્રેસ કેપીએ કરાવી. તેવા ને તેવા જ સ્વરૂપમાં તે અવસૂરિ છપાવીને પ્રગટ કરવાની પ્રથમ તે મનેભાવના થઈ. પછી તેમાં લહિયાઓના લેખનદોષથી રહેલી અશુદ્ધિઓને સુધારવાનું કામ શરૂ કર્યું અને છપાવવા યોગ્ય મેટર તૈયાર કરવા માંડયું. પછીથી એમ જણાયું કે આવી અને આટલી અવચૂરિથી જરૂરી માંગણીઓ પૂરી પડે તેમ નથી, એટલે કે અભ્યાસી વર્ગને તેથી સંતોષ થાય તેમ નથી. તે કારણથી તેની શૈલિમાં સંપૂર્ણ સુધારો કરી ના સમાસે, પરિભાષાઓ અને ન્યાયની પૂરતી સમજણ, તવા સૂત્રોમાં કે વૃત્તિના દષ્ટાંતમાં આવતા ધાતુઓને નિર્દેશ તેમાં સ્થળે સ્થળે ઉમેરારૂપે વધારી, કૈમુદીના પ્રકાશની જેમ અદ્યતન શૈલિથી થોડું મટર તૈયાર કર્યું. તે મેટર તેના અનેક જ્ઞાતાઓને બતાવતાં તેઓને ખૂબ જ પસંદ આવ્યું, તેથી તે છપાવવાનો દઢ નિર્ણય કર્યો. એમ મૂળ અવસૂરિ કરતાં સુધારો પણ વિશેષ કરાયે હેવાથી તેનું નામ “અવચૂરિપરિષ્કાર આપવામાં આવ્યું છે. મકાનને પાયે જેટલે મજબૂત હોય, તેટલું મકાન પણ સહર કહેવાય, તેમ આ વ્યાકરણ જેઓ સંગીન ભણશે, તેઓ આગામોની ચાવીઓ ગામથી જરૂર સરળતાથી ઉધાડી શકશે, એમ ગૌરવપૂર્વક ખાત્રી જે આપીએ, તે તે અતિશયોક્તિ કહેવાય નહીં. એને અંશે ફળો મને મળશે એ આશાથી આ પ્રકાશનથી ઘણું જ સંતોષ થાય છે. આ તકે તેના અભ્યાસીઓને એક સલાહ એ આપવાની રહે છે, કે વ્યાકરણ ભણતી વખતે ભણનારને આ વિષય શુષ્ક જેવું લાગે છે, તેવી તેઓ ફરિયાદ
SR No.023395
Book TitleSiddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Original Sutra AuthorN/A
AuthorJitendravijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2007
Total Pages470
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy