SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય.... અનાદિકાળથી પ્રવચનનો પ્રવાહ એકધારો ચાલી રહ્યો છે એનું પાન કરી આત્મા પરમાત્મા બને છે. આજ સુધી અનંત આત્માએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આપણા જેવા અબુધ જીવોને ઉગારવામાં અતિ ઉપયોગી આ પ્રવાહ આવા કપરા કાળમાં પણ આપણને મળ્યો છે. એનો સ્વાદ લેવો એ અંતરનાં ખજાનાને ખોલવા માટેનો મોઘેરો સુઅવસર છે. પરંતુ આ પ્રવચન નદી ભાષાનાં આધારે ખલખલ વહેતી રહે છે. માટે ભાષાને ટકાવી રાખવી અત્યંત આવશ્યક છે. ગુજરાતી-હિંદી-અંગ્રેજી વગેરે લોક ભોગ્ય ભાષામાં કાળ-ક્ષેત્રનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. તેથી પ્રથમથી પૂર્વની રચના પંડિત ભોગ્ય ભાષામાં કરવામાં આવી. આ ભાષામાં ક્યાંય ગરબડ ઉભી ન થાય એટલે ૧૦૦૦ વર્ષ પહેલા કે પછી પણ એકધારો પ્રવાહ અકબંધ રહે તે માટે પંડિતોએ આ ભાષાને નિયમોમાં ગોઠવી નાંખી છે. બસ આ સંસ્કૃત ભાષાના નિયમોને જ આચાર્ય હેમચંદ્રસૂરિએ શબ્દાનુશાસનમ્ નામ આપ્યું છે. જેને ગુજરાતીમાં વ્યાકરણ કહીએ છીએ. ખંતપૂર્વક અભ્યાસ કરનારા મુનિશ્રી જિતેન્દ્રવિજયજીએ ૬૦ વર્ષ પહેલાં અભ્યાસની સાથો સાથ “અભ્યાસુને ઉપયોગી બને” એ વાત લક્ષમાં રાખી અનેક અવસૂરિઓ એકઠી કરી અને તેનું સંકલન કરેલ. પૂજ્યશ્રીની જન્મશતાબ્દિ ઉપર તેઓશ્રીનાં જ્ઞાનયજ્ઞને યાદમાં લઈ પુનઃ આ ૧૦ પાદનો પ્રથમ ભાગ નવજીવન ગ્રંથમાલા (ગારીઆધાર) દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આચાર્યદેવશ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મને આ કાર્ય કરવામાં ઉત્સાહ જાગ્યો. જો કે પ્રથમ ભાગ પૂર્વે પ્રકાશિત હતો છતાં તેની અપ્રાપ્યતા દેખીને સંસ્થાએ પુનઃમુદ્રણનો નિર્ણય લીધો. મારી દષ્ટિએ અનેક અશુદ્ધિઓ તથા અક્ષરની જુની પ્રિન્ટનાં કારણે અસ્પષ્ટતા હતી. તેથી આ સંપૂર્ણ પુસ્તકનું ફરી સંશોધન કરી
SR No.023395
Book TitleSiddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Original Sutra AuthorN/A
AuthorJitendravijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2007
Total Pages470
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy