________________
શ્રી પદ્મપ્રભસ્વામિને નમઃ | અનંતલમ્બિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ | પરમોપાસ્ય શ્રી નેમિ-વિજ્ઞાન–કસ્તૂર સિભ્યો નમઃ |
::
:::
માર્ગદર્શિકાના અભ્યાસીઓને
કાક......
WZZIA
પ્રિય પ્રાજ્ઞ પાઠકોને (અભ્યાસીઓને) આ “પ્રાકતવિજ્ઞાન પાઠમાલા - માર્ગદર્શિકા” ના પાના ઉઘાડતા પહેલા એક નમ્ર સૂચના છે. કે- પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવવા માટે પાઠમાળાના અધ્યયનથી જે મહાવરો કેળવવાનો છે, તે આ માર્ગદર્શિકાના અભ્યાસથી વધારવાનો છે, એ વાત પોતે બરોબર પોતાના લક્ષ્યમાં રાખે. આ દ્રષ્ટિએ માર્ગદર્શિકામાં પ્રાકૃત વાકયોનું સંસ્કૃત - ગુજરાતી અને ગુજરાતી વાક્યોનું પ્રાકત-સંસ્કત જે કરવામાં આવેલ છે, તે છાત્રની મહેનત ઓછી કરવા માટે કે તેના પ્રયત્નને ધૈવા માટે હરગીઝ આપ્યા નથી, પરંતુ ગણિતનો વિદ્યાર્થી જેમ દાખલો પોતાની જાતે કર્યા પછી તેનો તાળ મેળવીને પોતાનો ખરો દાખલો જોઈ આનંદિત થાય છે, તેમ અહીં પણ પ્રાકૃત કે ગુજરાતી વાકયોનું સંસ્કૃત - ગુજરાતી કે પ્રાકૃત -સંસ્કૃત વિદ્યાર્થીએ પોતાની જાતે જ તૈયાર કરીને - નોટમાં લખીને અહીં આપેલ વાકયોની સાથે ફકત મેળવવાના છે. અમારો આ પ્રયાસ હોંશિયાર વિદ્યાર્થીને ઠોઠ બનાવવા માટે નથી જ, પરંતુ ઠોઠને હોંશિયાર બનાવવા માટે છે, તેથી આ માર્ગદર્શિકા' હાથમાં આવતા, આજની આધુનિક “ગાઇડો'ની જેમ “સાલસ” ન બનતા પ્રાકૃત-સંસ્કૃતનું તુલનાત્મક અધ્યયન કરી પ્રાકૃત-સંસ્કૃતના વિજ્ઞાન-બોધ માટે વિશેષ પ્રયત્નશીલ રહે.
પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલાની ઉપયોગિતા ઃ
પ્રાતઃસ્મરણીય, પરમાદરણીય, પુનઃપુનઃ વંદનીય ધર્મરાજા પરમપૂજ્યપાદ્ દાદાગુરુદેવશ્રી (આચાર્યદેવશ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબ)ના હૈયામાં હરહંમેશ એક વાત રમતી કે