________________
શ્રીસમવસરણસ્તવ
૨૧ + ૧૧ =
પીઠની મધ્યમાં ભગવાનના શરીરથી ૧૨ ગણું ઊંચું અશોકવૃક્ષ છે. તે સાધિક ૧ યોજન પહોળું છે. તેની ઉપર ચૈત્યવૃક્ષ છે. વીરપ્રભુના ચૈત્યવૃક્ષનું નામ શાલવૃક્ષ છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ ૧૨ x ૭ હાથ = ૮૪ હાથ = ૨૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુનું શાલવૃક્ષ ૧૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ + ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચા છે. તે હંમેશા ઋતુવાળા હોય છે, એટલે કે તેની ઉપર હંમેશા ફૂલ, ફળ વગેરે લાગેલા હોય છે. તે છત્રવાળા, પતાકાવાળા, વેદિકાવાળા અને તોરણવાળા હોય છે. વીરપ્રભુનું અશોકવૃક્ષ વીરપ્રભુની અવગાહના કરતા ૭ ગણુ ઊંચું છે, એટલે કે ૭ હાથ × ૧૨ = ૮૪ હાથ ૨૧ ધનુષ્ય ઊંચું છે. વીરપ્રભુના સમવસરણના કિલ્લાઓની દિવાલો ૫૦૦ ધનુષ્ય ઊંચી છે.
=
૨૧૬
તેથી વીરપ્રભુના અશોકવૃક્ષની ૧ યોજન પહોળાઈ ઘટતી નથી. એટલે ૧ યોજન પહોળાઈ અશોકવૃક્ષની ઉપર રહેલા ખૂબ ઊંચા એવા શાલવૃક્ષની સંભવે છે. ગ્રંથકારે અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષના એકત્વની વિવક્ષા કરી અશોકવૃક્ષની ૧ યોજન પહોળાઈ કહી હોય એમ સંભવે છે. અન્ય ગ્રંથોમાં કહ્યું છે કે, ‘વીરપ્રભુનું અશોકવૃક્ષ ૩૨ ધનુષ્ય ઊંચુ છે અને તેની ઉપર સર્વત્ર વિસ્તૃત એવું શાલવૃક્ષ છે.' એટલે આવું અર્થઘટન કરી શકાય - વીરપ્રભુનું અશોકવૃક્ષ ૩ર ધનુષ્ય ઊંચું છે. તેની ઉપર ઘણું ઊંચું અને સર્વત્ર વિસ્તૃત શાલવૃક્ષ છે. તે શાલવૃક્ષની પહોળાઈ ૧ યોજન છે. ‘વીરપ્રભુનું અશોકવૃક્ષ વીરપ્રભુની અવગાહનાથી ૧૨ ગણું ઊંચું છે.' એ વચન પરંપરાથી આવેલ સમજવું. તે વચન પ્રાયિક સંભવે છે.