________________
શ્રીપુગલપરાવર્તસ્તોત્ર
૧૭૧ (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકમાં રહેલા બધા પુગલોને આહારક શરીર સિવાયના પૂર્વે કહેલા સાત પદાર્થોમાંથી એક એક પદાર્થ વડે સ્પર્શે એટલે કે એ સાત પદાર્થોમાંથી એક એક પદાર્થ તરીકે પરિણાવીને છોડે (મતાંતરે પૂર્વે કહેલા ચારમાંથી એક એક પદાર્થ વડે સ્પર્શે એટલે કે એ ચારમાંથી એક એક પદાર્થ તરીકે પરિણમાવીને છોડે) તેટલો કાળ તે એક સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત.
(૩) બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત -એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના બધા આકાશપ્રદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત.
(૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત- એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત.
(૫) બાદર કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી – અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે એક બાદર કાળ પુદ્ગલપરાવર્ત.
(૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત- એક જીવ જેટલા કાળમાં એક ઉત્સર્પિણી – અવસર્પિણીના બધા સમયોમાં ક્રમશ: મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત.
(૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - સૂક્ષ્મ તેઉકાયમાં ઉત્પન્ન થનારા પૃથ્વી વગેરે જીવો અસંખ્ય છે, એટલે કે લોકાકાશના પ્રદેશો તુલ્ય છે. તેના કરતા સૂક્ષ્મ તેઉકાયમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પૃથ્વી વગેરે જીવો અસંખ્યગુણ છે. તેના કરતા સૂક્ષ્મ તેઉકાયની કાયસ્થિતિ અસંખ્ય ગુણ છે. તેના કરતા ભિન્ન ભિન્ન જીવોને આશ્રયીને અથવા