________________
૧૩૭
શ્રીવિચારપંચાશિકા વિચાર પમો-પર્યાપ્તિ પર્યાપ્તિ ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે છે –
(૧) આહારપર્યાપ્તિઃ જે શક્તિથી આહારના પુદ્ગલોને જીવ ગ્રહણ કરે અને તેને ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ .
(ર) શરીરપર્યાપ્તિઃ જે શક્તિથી જીવ રસ રૂપે પરિણમાવેલ પુદ્ગલોમાંથી સાત ધાતુ રૂપ શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ.
(૩) ઈન્દ્રિયપર્યાપ્તિ જે શક્તિથી જીવ શરીરમાંથી ઈન્દ્રિયો બનાવે તે ઈન્દ્રિયપર્યાપ્તિ.
(૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિઃ જે શક્તિથી જીવ શ્વાસોશ્વાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ.
(૫) ભાષાપર્યાપ્તિ ઃ જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ.
(૬) મનપર્યાપ્તિ જે શક્તિથી જીવ મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેને મન રૂપે પરિણમાવે અને તેનું વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. જીવો
પર્યાપ્તિ એકેન્દ્રિય આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ વિકલેન્દ્રિય | આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ,
ભાષા