SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકાલસપ્તતિકાપ્રકરણ ૧૦૧ ૯ બળદેવોના નામો – (૧) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (૫) સુદર્શન, (૬) આનંદ, (૭) નંદન, (૮) રામ, (૯) બલભદ્ર. ૯ વાસુદેવોના નામો – (૧) ત્રિપૃષ્ઠ, (૨) દ્વિપૃષ્ઠ, (૩) સ્વયંભુ, (૪) પુરુષોત્તમ, (૫) પુરુષસિંહ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત, (૮) લક્ષ્મણ, (૯) કૃષ્ણ. ૯ પ્રતિવાસુદેવોના નામો – (૧) અશ્વગ્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુ, (૫) કૈટભ, (૬) નિશુલ્મ, (૭) બલિ (પ્રફ્લાદ), (૮) રાવણ, (૯) જરાસિંધુ. ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ નારદો – આ ૭ર શલાકાપુરુષો છે. એમણે મોક્ષમાં શલાકા નાંખી છે, એટલે એઓ અવશ્ય મોક્ષમાં જવાના છે, માટે એમને શલાકાપુરુષ કહેવાય છે. ઋષભદેવ ભગવાનના સમયમાં મનુષ્યોનું આયુષ્ય ૧ પૂર્વક્રોડવર્ષનું અને શરીરપ્રમાણ ૫૦૦ ધનુષ્યનું હતું. તે મનુષ્યો ન્યાયપૂર્વક વ્યવહાર કરનારા હતા. કુલકરો પછી વિવિધ પ્રકારની નીતિઓ પ્રવર્તી ભરતચક્રવર્તી વખતે સામ, દામ, ભેદ, દંડ એ ચાર નીતિઓ હતી અને લેખ વગેરે ઘણા પ્રકારનો વ્યવહાર હતો. ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ ૨૪ ઉત્સધાંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ્ય ૨000 ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy