________________
૮૧
શ્રીદેહસ્થિતિસ્તવ
ઉપર કહ્યું તે બધા પર્યાપ્તા જીવોનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. બધા પર્યાપ્તા જીવોનું જઘન્ય શરીરપ્રમાણ અંગુલીઅસંખ્ય છે. તે લબ્ધિપર્યાપ્તા જીવોને શરૂઆતમાં હોય છે. અપર્યાપ્તા જીવોનું જઘન્ય-ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ અંગુલ,અસંખ્ય છે.
ઉપર કહ્યું તે બધા જીવોના સ્વાભાવિક શરીરનું પ્રમાણ છે.
ઉત્તરવૈક્રિયશરીર - કાર્યપ્રસંગે દેવતા, નારકી, વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય - પંચેન્દ્રિય તિર્યંચ - પર્યાપ્ત બાદર વાયુકાય પોતાના મૂળ શરીરથી જુદુ વૈક્રિય શરીર બનાવે તેને ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે.
જીવો ઉત્તરક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ નારકી
૧,૦૦૦યોજન (મૂળ શરીરથીબમણું) દિવ (રૈવેયક-અનુત્તર વિના) ૧ લાખ યોજના મનુષ્ય
૧ લાખ યોજન પંચેન્દ્રિય તિર્યંચ ૨ થી ૯ ગાઉ પર્યાપ્તા બાદર વાયુકાય |અંગુલ/અસંખ્ય
બધા જીવોને ઉત્તરવૈક્રિયશરીરનું જઘન્ય પ્રમાણ અંગુલસંખ્યાત છે. પર્યાપ્તા બાદર વાયુકાયને ઉત્તરવૈક્રિયશરીરનું A જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં મનુષ્યના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાધિક લાખ યોજન કર્યું છે. છે જીવવિચાર, બૃહત્સંગ્રહણિ વગેરેમાં પંચેન્દ્રિય તિર્યંચના ઉત્તરવૈક્રિયશરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૨૦૦ થી ૯૦૦ યોજન કર્યું છે.