________________
( ૭ ) મારે વિચાર ફક્ત હૃષિકેશ કૃત વ્યાકરણજ ગુજરાતી ટીકા સહિત છપાવવાને હતો પરંતુ પરમોપકારી શ્રી નેમવિજયજી મહારાજની અને તિ ઉપયોગી પ્રેરણાથી શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત અષ્ટમાધ્યાય વૃત્તિના ભાષાંતર સહિત દાખલ કરવા શક્તિમાન છું. તેમજ હષિકેશ કૃત પ્રાકૃત વ્યાકરણનાં સ ઉપર હેમચંદ્રાચાર્ય કૃત સૂત્રોના અંક પણ જણાવ્યાં છે.
આ ગ્રંથ છપાવવાનો તાત્પર્ય એ જ છે કે હૃષિકેશ વ્યાકરણથી થોડા ઘણુ સંસ્કૃતના બોધવાળે માણસ શાસ્ત્રોની મદદ શિવાય પ્રાકૃતનું સામાન્ય જ્ઞાન મેળવી શકે અને તેવું સામાન્ય જ્ઞાન મેળવવા ઈચ્છનાર મુનીરાજે અગર શ્રાવકેને શીખવાનો ઉત્સાહ આવે તથા વિશેષ જ્ઞાન મેળવવા ઇચ્છનારને પણ કલિકાળ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત અષ્ટમાધ્યાય શીખવામાં ગુજરાતી ભાષાન્તર મદદગાર થાય. તથાસ્તુ.
હષિકેશ કુત અંગ્રેજી ટીકા ઉપરથી ગુજરાતી ભાષાંતર રા. રા. મલ્હારજી ભીકાજી બેલસરેએ કર્યું છે. અને શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત અષ્ટમાધ્યાય વૃત્તિનું ગુજરાતી ભાષાન્તર તથા શુદ્ધિપત્રક રા રા. દિનકર કેશવ શાસ્ત્રીએ કર્યું છે. તેમ છતાં ભુલ થવી તે સ્વભાવિક છે અને તેમાં પણ આવા ગ્રંથ કે જેમાં સામાન્ય માણસની ગતિ બહુ ઓછી હોય છે તેમાં ભલે અવશ્ય રહી જવાની. તેથી નમ્ર વિનંતિ છે કે ભૂલ માફ કરી સુધારી વાંચછે અને તે બાબત એગ્ય સૂચના કરવા પણ વિનંતિ સ્વિકારશો. કે જેથી બીજી આવૃત્તિ કાઢનારને ઉપયોગી થઈ પડે. આટલું કહી ભૂલ ચૂક, ને માટે સંઘ સમક્ષ માફી માગી આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું.
તા. ૨૧–૧૦–૧૮૦૫.
શાહ. ધર્મચંદ કેવલચંદ ખંડેલિ.
મી આગામ.