________________
આ ચાર ગ્રંથોના નામ આ મુજબ છે – ૧) શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ (અવચૂરિ સહિત) ૨) શ્રી સિદ્ધદંડિકાસ્તવ (ટિપ્પણી સહિત) ૩) શ્રીયોનિસ્તવ (ટિપ્પણી સહિત)
૪) શ્રીલોકનાલિદ્વાત્રિશિકા (અવચૂરિ સહિત) (૧) શ્રી ક્ષુલ્લક ભવાવલિપ્રકરણ (અવચૂરિ સહિત)
આ મૂળ ગ્રંથ શ્રીધર્મશખરગણિએ રચેલ છે. તેમાં ૨૫ ગાથા છે. ગાથાઓ પ્રાકૃતભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે.
આ ગ્રંથમાં ગ્રંથકારે એક શ્વાસોચ્છવાસમાં, એક સ્તોકમાં, એક લવમાં, એક મુહૂર્તમાં, એક દિવસમાં કેટલા ક્ષુલ્લકભવો હોય છે? અને કેટલી આવલિકા હોય છે? વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે. તેના આધારે ચિંતન કરીને અમે વિવિધ રીતે નીચેના પદાર્થોનું નિરૂપણ કર્યું છે.
| (i) એક સમયના આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત અને અહોરાત્ર.
(i) એક આવલિકાના સમય, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત અને અહોરાત્ર. | (i) એક ક્ષુલ્લકભવના સમય, આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂર્ત અને અહોરાત્ર.
| (iv) એક શ્વાસોચ્છવાસના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, સ્તોક, લવ, મુહૂર્ત અને અહોરાત્ર.
| (V) એક સ્તોકના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, લવ, મુહૂર્ત અને અહોરાત્ર.
(vi) એક લવના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, સ્તોક, મુહૂર્ત અને અહોરાત્ર.
| (vi) એક મુહૂર્તના સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોશ્વાસ, સ્તોક, લવ અને અહોરાત્ર.