________________
૧૧
મૂળગ્રંથના પદાર્થોને પદાર્થસંગ્રહમાં અમે સ્પષ્ટ કર્યા છે.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સમય-આવલિકા વગેરે, સિદ્ધદંડિકા, યોનિ અને લોકના સ્વરૂપનો વિશદ બોધ થાય છે. સંસ્કૃતભાષા નહી જાણનારા જીવોને સરળ ગુજરાતી ભાષામાં લખેલ પદાર્થસંગ્રહ ખૂબ ઉપયોગી છે.
દરેક ગ્રંથનો પદાર્થસંગ્રહ પહેલા મૂકેલ છે. દરેક ગ્રંથના પદાર્થસંગ્રહ પછી તેમના મૂળગાથા અને અવચૂરિ-ટિપ્પણી પણ મૂક્યા છે. દરેક મૂળગ્રંથની પહેલા સંશોધક મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજની સંસ્કૃત પ્રસ્તાવના પણ લીધી છે. આમ વિદ્વાનો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે.
આવા અન્ય આઠ ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથાઅવચૂરિ-ટિપ્પણી પદાર્થપ્રકાશ ભાગ-૧૫માં ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
પરમગુરુદેવ આચાર્ય વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા, પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને ગુરુદેવ પન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્યની દિવ્યકૃપાના બળે જ આ કાર્ય સંપન્ન થયું છે. એ ગુત્રયીના ચરણોમાં અનંતશઃ વંદના.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા પદાર્થોને બરાબર સમજી, ગોખી, તેમનો પાઠ કરી, તેમને આત્મસાત કરી સહુ શીધ્ર મુક્તિગામી બને એજ શુભેચ્છા.
આ સંપૂર્ણ પુસ્તકના લખાણમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચુ છું.
વિ.સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૧૫, ગોડીજી ઉપાશ્રય, ગુરુવાર પેઠ, પૂના
મહારાષ્ટ્ર,
લી. પ્રેમ-ભુવનભાનુસૂરિપ.પદ્મવિજયજી મ.ના વિનેય
આ. હેમચન્દ્રસૂરિ.