________________
૧૦
આ ગ્રંથમાં ગ્રંથકારે નીચેના પદાર્થોનું નિરૂપણ કર્યું છે -
(i) સચિત્ત, અચિત્ત, મિશ્ર, યોનિ કોને હોય ?
(ii) શીત, ઉષ્ણ, મિશ્ર યોનિ કોને હોય ?
(ii) સંવૃત, વિવૃત, મિશ્ર યોનિ કોને હોય ? (vi) મનુષ્યોની ત્રણ પ્રકારની યોનિ.
(v) ત્રસજીવોની ૮ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનારા ૮ પ્રકારના
ત્રસજીવો.
(vi) વનસ્પતિકાયની ૬ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનારા ૬ પ્રકારના વનસ્પતિકાયના જીવો.
(vi) યોનિની સંખ્યા.
(viii) કુલોની સંખ્યા.
પદાર્થસંગ્રહમાં અમે આ પદાર્થોને સરળ રીતે સમજાવ્યા છે. (૪) શ્રીલોકનાલિદ્વાત્રિંશિકા (અવસૂરિ સહિત)
આ મૂળગ્રંથ ઉપાધ્યાય શ્રીધર્મકીર્તિ ગણિએ રચેલ છે. તેઓ પછીથી શ્રીધર્મઘોષસૂરિ મહારાજ થયા. આ ગ્રંથમાં ૩૨ ગાથા છે. તે પ્રાકૃતભાષામાં છે. આ મૂળગ્રંથ ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે.
આ ગ્રંથમાં ગ્રંથકારે લોકનું સ્વરૂપ બતાવ્યું છે. તેમાં નીચેના પદાર્થોનું નિરૂપણ કર્યું છે -
(i) લોકની આકૃતિ, લંબાઈ, પહોળાઈ.
(ii) લોક શેનાથી ભરેલો છે ?
(iii) લોકના ખંડુકો.
(vi) ત્રણ લોકનું માપ અને સ્વરૂપ.
(v) કયા જીવો લોકના કેટલા ભાગને સ્પર્શે ?
(vi) એક પ્રદેશ જાડાં લોકના સૂચિરાજ, પ્રત૨રાજ અને ઘનરાજ. (vi) સંવર્ગિત લોકના સૂચિરાજ, પ્રત૨૨ાજ અને ઘનરાજ. (vi) ઘનીકૃત લોકના ખંડુકો.