________________
શ્રાવકોચિત–બારવ્રતો તથા નિયમે ગ્રહણ કર્યા હતા અને સુંદર રીતે પાલન કરી રહ્યાં હતા.
શ્રી નાગેશ્વરતીના વહીવટમાં સારે ભાગ લીધો હતો, અને તીર્થના ટ્રસ્ટી તરીકે સારી સેવા કરી હતી અન્યતીર્થોમાં પણ યથાશકિત દ્રવ્યનો વ્યય કરી જીવન ધન્ય બનાવ્યું હતું.
વિ. સં. ૨૦૨૦ના શ્રી પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં ભા. સુ. ૧ના રોજ પૂ. ગુરૂદેવ મુનિરાજશ્રી અભ્યદયસાગરજી મહારાજના શ્રીમુખથી પવિત્ર શ્રી ગણધરવાદનું શ્રવણ કરી સાંજે નિશાપોળ (ઝવેરીવાડ)માં આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવંતના ભાવપૂર્વક દર્શન કર્યા ત્યારે ક્યાંથી ખબર હોય કે આ અંતિમ દર્શન હશે? દર્શન કરી પોળના નાકે આવતાં જ ઢળી પડયા? નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં તેમનો અમર આત્મા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. જગતના ચોકમાં જે જન્મે છે. તે અવશ્ય મૃત્યુને વરે છે. પણ તેનું જ જીવન સાર્થક ગણાય છે કે જે જીવનમાં ધર્મનું આચરણ કરી જીવનને પવિત્ર બનાવે છે. - શેઠ શ્રી મનુભાઇ પણ આવા પ્રકારનું ઉચજીવન જીવી જીવનને સફળ બનાવી ગયા.પ્રસ્તુત પુસ્તક પ્રકાશનની હાર્દિક પ્રેરણા આપી અપૂર્વ શ્રુતભકિતનો લાભ ઉઠાવનાર આ પુણ્યવાનને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી કૃતાર્થતા અનુભવીએ છીએ.
આ પુસિતકા સિદ્ધ હેમ વ્યાકરણ સાધુપુરૂષોને ભણવામાં અતિ ઉપયોગી અને સરળ બની રહે તે માટે પ્રથમ ભાગ થા બીજો ભાગ છપાવી શકાય છે તે આજ પુણ્યાત્માના પુરૂષાર્થનું પરિણામ છે. તનમન-ધનથી તેઓશ્રીની પ્રેરણાથી ટ્રસ્ટમાંથી આ પુસ્તક છપાવવાનો ખર્ચ તેમના શુભ પરિણામનું ફળ છે.
–સંપાદક